દુઃખદ બનાવઃ રાજસ્થાનના નાગૌરમાં ભયાનક અકસ્માત, PM મોદીની રેલીમાં જઈ રહેલા 5 પોલીસકર્મીઓના નિધન
Car Accident: રાજસ્થાનના નાગૌરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 5 પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 3 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત…
ADVERTISEMENT
Car Accident: રાજસ્થાનના નાગૌરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 5 પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 3 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આજે રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાવા જઈ રહી છે અને આ પોલીસકર્મીઓ આ કાર્યક્રમમાં સુરક્ષા ડ્યુટી માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓને અકસ્માત નડ્યો હતો. પોલીસ જવાનોની કાર રોડ પર ઉભેલી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ અને કારમાં સવાર 5 પોલીસકર્મીઓના મોત થઈ ગયા છે. જ્યારે 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.
પોલીસકર્મીઓને નડ્યો અકસ્માત
મળતી માહિતી અનુસાર, આજે રાજસ્થાનના ઝુંઝુનુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી યોજાવાની છે. આ પોલીસકર્મીઓને એ જ રેલી સુરક્ષા ડ્યુટી સોંપવામાં આવી હતી, જેના માટે તેઓ ત્યાં જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં નાગૌર જિલ્લાના કણુતા ગામની પાસે તેમની કારને અકસ્માત નડ્યો. પોલીસકર્મીઓ સવાર કાર રસ્તામાં ઉભેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 5 પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાં 8 પોલીસકર્મીઓ સવાર હતા.
5 પોલીસકર્મીઓના ઘટના સ્થળે જ મોત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 5 પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં, જ્યારે કારના પણ ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને કારમાંથી મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ પોલીસ આ અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT