નેપાળ પ્લેન ક્રેશ LIVE: ટેક્નીકલ ખામીના કારણે પ્લેન ક્રેશ, પાયલોટે કરી અદ્ભુત કામગીરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોખરા : નેપાળના પોખરામાં રવિવારે યતિ એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહો મળ્યા છે. સ્થાનિક તંત્ર અનુસાર કોઇના બચવાની શક્યતાઓ પણ નહીવત્ત છે. જો કે આ દુર્ઘટના હવામાનની અસ્થિરતા નહી પરંતુ ટેક્નીકલ ખામીના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જો કે પાયલોટ દ્વારા પ્લેનને બચાવવા માટેના ભરપુર પ્રયાસો કરાયા હતા. જેથી શહેરમાં પણ નુકસાની ન થાય અને પ્લેનમાં બેઠેલા મુસાફરોના પણ મહત્તમ જીવ બચાવી શકાય. પ્લાન નેપાળની રાજધાની કાઠમાંડુથી પોખરા જઇ રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિમાનમાં 68 યાત્રીઓ સહિત કુલ 72 નાગરિકો સવાર હતા. યતિ એરલાઇન્સનુ ATR-72 ફ્લાઇટ એરપોર્ટ પહોંચવાથી 10 સેકન્ડ પહેલા જ આ દુર્ઘટના બની હતી. ખાસ વાત છે કે, નેપાળના પોખરા એપોર્ટનું ઉદ્ધાટન 14 દિવસ પહેલા જ થયું હતું. આ દુર્ઘટના સવારે 11.10 મિનિટે થયું હતું. આ વિમાન પોખરા ખીણમાં સેતી નદીની ખાઇમાં ક્રેશ થઇ ગયું હતું. પાયલોટે સુજબુજ વાપરતા પ્લેનને શહેરથી દુર લઇ જવાયું જેથી શહેરમાં કોઇ ખુંવારી ન થાય.

નેપાળનાં વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે દુર્ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો છે. પીએમ પ્રચંડે પણ તમામ સરકારી એજન્સીઓને પ્રભાવિત બચાવ કાર્યના નિર્દેશ આપ્યા છે. તેમણે દુર્ઘટના મુદ્દે કેબિનેટની ઇમરજન્સી મીટિંગ પણ બોલાવી હતી. વડાપ્રધાન પ્રચંડની અધ્યક્ષતામાં ઇમરજન્સી બેઠકમાં સરકારના કેબિનેટમંત્રી હાજર હતા. પોખાર હવાઇ મથક ખાતે થયેલી દુર્ઘટના બાદ પોખરા મુલાકાત રદ્દ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર પોખરા એરપોર્ટનું નિર્માણ ચીનની મદદથી બનાવાયું છે. ચીનના એક્ઝિમ બેંકે તેના નિર્માણ માટે લોન આપ્યું હતું.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં 5 ભારતીય નાગરિકો સહિત કુલ 14 નાગરિકો હતા. નેપાળની સેના, સશસ્ત્ર પોલી દળ, નેપાળ પોલીસની સાથે સ્થાનિક નાગરિક રેસક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. રેસક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર સુધી 64 શબ મળી આવ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT