ન માતા ન પિતા કે ન તો દાદી, પ્રેમમાં આંધળી યુવતીએ કોઇને ન છોડ્યા અને કરી નાખ્યો મોટો કાંડ
નવી દિલ્હી : યુવતી અગાઉ ઘરમાંથી ચોરી કરીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. થોડા દિવસો પછી જ્યારે તે પાછી આવી ત્યારે પરિવારે તેને આગ્રા એક…
ADVERTISEMENT
નવી દિલ્હી : યુવતી અગાઉ ઘરમાંથી ચોરી કરીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. થોડા દિવસો પછી જ્યારે તે પાછી આવી ત્યારે પરિવારે તેને આગ્રા એક સંબંધીના દાદીના ઘરે રહેવા મોકલી. યુવતી અહી પણ તેના હરકતો સુધારી નહોતી. દાદીમાને સુવાની ગોળીઓ આપ્યા બાદ ઘરમાંથી ચોરી કરીને ફરી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ તેના બોયફ્રેન્ડના ખાતામાં 93 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેણે આ રકમ તેની દાદીના ખાતામાંથી તેના બોયફ્રેન્ડના ખાતામાં ટ્રાન્સફર કરી હતી.
પ્રેમીનો શોખ પૂરો કરવા માટે યુવતીએ આ કર્યું હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. પૈસા આપ્યા બાદ યુવતીએ દાદીના ઘરેથી સોનાના દાગીનાની ચોરી કરી હતી અને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. દાદીએ પોલીસ સ્ટેશનમાં પૌત્રી વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વાસ્તવમાં આ ઘટના શહેરના લોહામંડી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સુનીતા અરોરા નામની વૃદ્ધ મહિલાએ પોલીસને જણાવ્યું કે, તે અહીં તેના ભાઈ સાથે રહે છે. છેલ્લા ત્રણ મહિનાથી મારા ભત્રીજાની દીકરી સિમરન સિંહ પણ ઘરમાં રહેતી હતી.
ત્રણ મહિના પહેલા પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, મારી સાથે રહેતા પહેલા તે તેના ઘરે રહેતી હતી. સિમરન વિશુ ત્યાગી નામના યુવકના પ્રેમમાં છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સિમરન ઘરમાંથી રોકડ અને દાગીના લઈને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને 15 દિવસ પછી પોતાના ઘરે પાછી આવી હતી. આ ઘટના બાદ તેના માતા-પિતાએ સિમરનને મારી સાથે આગ્રામાં રહેવા મોકલી. તેના પ્રેમીને 93 હજાર રૂપિયા મોકલ્યા. પીડિતાના જણાવ્યા અનુસાર 25 મેના રોજ તેની તબિયત ખરાબ હતી.
ADVERTISEMENT
સિમરને તેને ઉંઘવાના બહાને ઊંઘની ગોળી આપી. કબાટમાં રાખેલ મારું એટીએમ બહાર કાઢ્યું. 1 જૂનના રોજ એટીએમમાંથી પ્રેમીના ખાતામાં 93 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પીડિતાએ પોતાની ફરિયાદમાં એવું પણ લખ્યું છે કે, પૈસા મોકલવા ઉપરાંત સિમરને કબાટમાં રાખેલા 4 તોલા સોનાના દાગીના પણ ચોરી લીધા હતા અને તેને આપી દીધા હતા. ઘર છોડ્યા બાદ ફરીથી તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. વૃદ્ધ મહિલાના કહેવા પ્રમાણે, બેંક સ્ટેટમેન્ટ કાઢ્યા બાદ તેને છેતરપિંડીની માહિતી મળી હતી.
ADVERTISEMENT