ભારતીય નૌકાદળના શોલ્ડર પ્લેકની નવી ડિઝાઇનનું અનાવરણ, છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાથી છે પ્રેરિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Navy Admirals Epaulettes Design : ભારતીય નૌસેના એડમિરલના ખભા પર લગાવવામાં આવતા એપોલેટ્સમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે નવા એપોલેટ્સ પર છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાનું જોવા મળશે. નૌસેના દિવસ 2023 દરમિયાન જ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હવે એડમિરલના ખભા પર ભારતીયની ઓળખ દેખાશે.

એડમિરલના નવા એપોલેટ્સની ડિઝાઇનનું અનાવરણ

મળતી માહિતી મુજબ, પીએમ મોદીની જાહેરાત બાદ જ એપોલેટ્સને ફાઇનલ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. નવા એપોલેટ્સમાં છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાનું ચિહ્ન જોવા મળશે. આ નવી ડિઝાઇન નૌસેનાના ફ્લેગથી જ પ્રેરિત છે અને તે ભારતના સમૃદ્ધ વારસાને દર્શાવે છે. આજ રોજ નૌસેના એડમિરલના નવા એપોલેટ્સની ડિઝાઇનનું અનાવરણ કરવામાં આવ્યું.

ADVERTISEMENT

નવી ડિઝાઇનનું શું છે મહત્વ

નૌસેના દ્વારા આ નવા એપોલેટ્સને લઈ કહેવામાં આવ્યું કે, આ નવી ડિઝાઇન આપણા પંચ પ્રાણના બે સ્તંભને દર્શાવે છે. પ્રથમ આપણને આપણા વારસા પર ગર્વ છે અને બીજું એ કે ગુલામીની માનસિકતાથી મુક્તિનો આપણો પ્રણ આ નિર્ણય બાદ હકીકત થતો જોવા મળશે. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી હાર્બર વિરુદ્ધ ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ટ્રાઈડેન્ટની યાદમાં 4 ડિસેમ્બરના રોજ નેવી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT