‘તાંત્રિક વિધિ કરીને આખા પરિવારને ખતમ કરી દઈશું’, મહિલાને ડરાવીને 105 તોલા સોનું અને 36.65 લાખ રોકડા પડાવ્યા
Maharashtra News: મહારાષ્ટ્રના નવી મુંબઈમાં કાળા જાદુ અને તાંત્રિક વિધિની ધમકી આપીને 56 વર્ષીય એક મહિલા પાસેથી કથિત રીતે 105 તોલા સોનું અને 36.95 લાખ…
ADVERTISEMENT
Maharashtra News: મહારાષ્ટ્રના નવી મુંબઈમાં કાળા જાદુ અને તાંત્રિક વિધિની ધમકી આપીને 56 વર્ષીય એક મહિલા પાસેથી કથિત રીતે 105 તોલા સોનું અને 36.95 લાખ રોકડા પડાવવાના આરોપમાં 7 લોકો સામે ગુરુવારે કેસ નોંધવામાં આવ્યો છે. નવી મુંબઈ પોલીસના એક અધિકારીએ આ માહિતી આપી છે. આરોપીઓએ મહિલાને ધમકી આપી હતી કે જો તે પૈસા નહીં આપે તો તેઓ તાંત્રિક વિધિ કરશે, જેનાથી આખો પરિવાર ખતમ થઈ જશે.
આરોપીઓએ તાંત્રિક વિધિની આપી ધમકી
વાશી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે FIR મુજબ, 7 આરોપીઓએ આ વર્ષે જાન્યુઆરી અને નવેમ્બર વચ્ચે તાંત્રિક વિધિ અને કાળુ જાદુ કરવાની ધમકી આપીને પીડિત મહિલા પાસેથી 42.08 લાખ રૂપિયાનું 105 તોલા સોનું અને 36.65 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા. તેમણે જણાવ્યું કે, આ ઘટનાને કારણે પીડિતાને બ્રેઈન હેમરેજ થયું અને તેઓ લકવાગ્રસ્ત થઈ ગયા.
તમામ આરોપીઓની કરાઈ ધરપકડઃ આરોપી
અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓ ધમકી આપતા હતા કે તેઓ તાંત્રિક વિધિ કરીને મહિલાના પતિ, દીકરી અને જમાઈને મારી નાખશે. સાત આરોપીઓ સામે IPC અને ‘મહારાષ્ટ્ર માનવ બલિ, અન્ય અમાનવીય અને અઘોરી પ્રથાઓ અને બ્લેક મેજિક પ્રિવેન્શન એન્ડ ઇરેડિકેશન એક્ટ 2013’ની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પાલઘરમાંથી સામે આવ્યો હતો આવો જ બનાવ
કાળા જાદુનો આવો જ એક કિસ્સો થોડા મહિના પહેલા મહારાષ્ટ્રના પાલઘરમાં સામે આવ્યો હતો. ઘરમાં વાસ્તુદોષ અને મુશ્કેલીઓ દૂર કરવાના બહાને 5 લોકોએ એક મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ તમામ આરોપીઓ પીડિતાના પતિના મિત્રો હતા. આરોપીએ મહિલાને કહ્યું હતું કે, તેના ઘરમાં અને તેના પતિ પર કોઈએ કાળો જાદુ કર્યો છે. જેના કારણે ઘરમાં સમસ્યાઓ રહે છે. આમાંથી છૂટકારો મેળવવા માટે કેટલીક ધાર્મિક વિધિઓ કરવી પડશે.
વિધિના બહાને મહિલા પર દુષ્કર્મ
આ પછી આરોપીઓ એપ્રિલ 2018થી મહિલાના ઘરે આવવા-જવા લાગ્યો. જ્યારે મહિલા ઘરે એકલી હોય ત્યારે આરોપીઓ ત્યાં વિધિ કરવાનું નાટક કરતા હતા. આ દરમિયાન તેઓ મહિલાને પંચામૃત નામનું નશીલા ડ્રિંક પીવડાવતા હતા અને પછી મહિલા સાથે દુષ્કર્મ આચરતા હતા. તેઓએ મહિલા પાસેથી રૂ. 2.10 લાખ રોકડા અને સોનું પણ પડાવી લીધું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT