નામિબિયાથી ભારત આવેલ માદા ચિત્તા સિયાયા બની માતા, 4 બચ્ચાને જન્મ આપ્યો
નવી દિલ્હી: દેશ માટે સૌથી મોટા સારા સમાચાર મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી સામે આવ્યા છે. નામિબિયાની માદા ચિત્તા સિયાયાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. માદા…
ADVERTISEMENT
નવી દિલ્હી: દેશ માટે સૌથી મોટા સારા સમાચાર મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી સામે આવ્યા છે. નામિબિયાની માદા ચિત્તા સિયાયાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. માદા ચિતા અને ચાર નાના બચ્ચાઓ હાલ એકદમ સ્વસ્થ છે. એક ખાસ ટીમ નવા મહેમાનો અને માદા ચિતાની ખાસ કાળજી લઈ રહી છે. ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ નવા મુલાકાતીઓના આગમન પર તેમની ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બચ્ચાનો જન્મ એ હકારાત્મક સંકેત છે કે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ તેમના નવા વાતાવરણમાં સારી રીતે અનુકૂલન કરી રહ્યા છે.
આ ઉદ્યાનને ભારતની વન્યજીવ વસ્તીમાં ચિત્તાના પુનઃ પ્રવેશ માટે યોગ્ય નિવાસસ્થાન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ તેમના 72માં જન્મદિવસના અવસર પર એમપીના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં આઠ ચિત્તા છોડ્યા હતા, જેમાં નામીબિયાથી લાવવામાં આવેલા પાંચ નર અને ત્રણ માદા ચિત્તાનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ એક માદા ચિત્તા સાશાનું ઇન્ફેક્શનને કારણે મોત થયું હતું. ત્યારે હવે ચાર બચ્ચના જન્મથી એક આશાનું કિરણ ઊગ્યું છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે બુધવારે જણાવ્યું હતું કે નામીબિયાથી ભારત લાવવામાં આવેલી માદા ચિત્તામાંથી એકે ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. તેમણે તેને ‘અમૃત કાલ’ દરમિયાન ભારતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે વર્ણવ્યું હતું. ટ્વીટ કરીને લખ્યું કે “મને એ જણાવતા આનંદ થાય છે કે વડાપ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વમાં 17 સપ્ટેમ્બર 2022ના રોજ ભારતમાં લાવવામાં આવેલ ચિત્તાના ચાર બચ્ચાનો જન્મ થયો છે.” મંત્રીએ પ્રોજેક્ટ ચિતાની સમગ્ર ટીમને ચિત્તાઓને ભારતમાં પાછા લાવવાના તેમના અથાક પ્રયાસો અને ભૂતકાળમાં કરવામાં આવેલી પર્યાવરણીય ભૂલને સુધારવાના તેમના પ્રયાસો માટે અભિનંદન આપ્યા હતા.
ADVERTISEMENT
Congratulations 🇮🇳
A momentous event in our wildlife conservation history during Amrit Kaal!
I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt
— Bhupender Yadav (@byadavbjp) March 29, 2023
કુનોમાં ચિત્તાઓની સંખ્યા વધીને 23 થઈ
ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે નામીબિયાથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા અને કુનોમાં છોડવામાં આવ્યા હતા, જ્યારે 18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓભારતમાં લાવવામાં આવી હતી. આ 12 ચિત્તાઓમાં સાત નર અને પાંચ માદાનો સમાવેશ થાય છે. તમામ ચિત્તાઓ સહિત, હાલમાં કુનોમાં ચિત્તાઓની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
1952માં દેશમાંથી ચિત્તાની પ્રજાતિ લુપ્ત જાહેર કરાઇ
અન્ય ખંડોમાંથી ચિત્તા લાવવા એ ભારત સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમનો એક ભાગ હતો. આ પ્રાણીઓ લુપ્ત થઈ ગયા હતા. 7 દાયકા પછી તેમને ફરીથી દેશમાં લાવવામાં આવ્યા છે. દેશમાં છેલ્લે ચિત્તા 1947માં હતા. હાલના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મૃત્યુ પામી હતી. આ પછી ચિત્તાની પ્રજાતિને 1952માં લુપ્ત જાહેર કરવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT