મ્યાંમારના સૈનિકો ભારતમાં ઘુસી ગયા, સેનાનું પ્લેન એરપોર્ટની ઝાડીઓમાં ઘુસી ગયું
નવી દિલ્હી : વિમાન મ્યાંમાર સેનાના જવાનોને લેવા માટે આવ્યું હતું. મ્યાંમારમાં સૈન્ય સરકાર (જુંડા) વિરુદ્ધ વિદ્રોહ કરી રહેલા લોકશાહીના સમર્થક લોકોના હુમલાથી બચીને આ…
ADVERTISEMENT
નવી દિલ્હી : વિમાન મ્યાંમાર સેનાના જવાનોને લેવા માટે આવ્યું હતું. મ્યાંમારમાં સૈન્ય સરકાર (જુંડા) વિરુદ્ધ વિદ્રોહ કરી રહેલા લોકશાહીના સમર્થક લોકોના હુમલાથી બચીને આ લોકો ભારતના મિઝોરમ રાજ્યમાં ઘુસ્યા હતા.
ભારતમાં ઘુસી ગયેલા મ્યામારના સૈનિકોને પરત લઇ જઇ રહેલું વિમાન મંગળવારે દુર્ઘટનાનું શિકાર બન્યું હતું. અધિકારીઓએ પૃષ્ટિ કરતા કહ્યું કે, મંગળવારે સવારે મિઝોરમના લેંગપુઇ હવાઇ મથક પર મ્યામારનું એક વિમાન રનવેથી આગળ નિકળી ગયું હતું. આ દુર્ઘટનામાં ચાલક દળના 6 સભ્યો ઘાયલ થઇ ગયા છે. વિમાન મ્યાંમાર સેનાના જવાનોને લેવા આવ્યું હતું. મ્યાંમારમાં સૈન્ય સરકારની વિરુદ્ધ વિદ્રોહ કરી રહેલા લોકશાહી સમર્થકોના હુમલાથી બચીને આ લોકો ભારતના મિઝોરમ રાજ્યમાં ઘુસી આવ્યા હતા.
મોટી સંખ્યામાં મ્યામાર સૈનિકો ભારતમાં આવીને શરણાર્થી બન્યા હતા
ગત્ત થોડા દિવસોમાં મોટી સંખ્યામાં મ્યાંમાર સૈનિક ભારતમાં ઘુસ્યા છે. ભારત તેમને આશ્રય આપ્યા બાદ પરત મોકલી રહ્યું છે. મિઝોરમના ડીજીપી અનિક શુક્લાએ જણાવ્યું કે, સવારે આશરે 10.30 વાગ્યે, 14 ચાલકોના દળ સાથે મ્યામાર વિમાન લેન્ડિંગ બાદ રનવેથી લપસ્યું હતું. આગળ રહેલી ઝાડીઓમાં ઘુસી ગયું હતું. અસમ રાઇફલ્સના અધિકારીઓએ જણાવ્યું કે, ગત્ત અઠવાડીયે મ્યામારના કુલ 276 સૈનિકો ભારતમાં દાખલ થયા હતા. તેમાંથી 184 ને સોમવારે પરત મોકલી દેવાયા છે.
ADVERTISEMENT
#WATCH | Mizoram: Six people were injured after a plane from the Burmese Army crashed at Lengpui airport. 14 people were on board with the pilot. The injured were admitted to Lengpui Hospital: Mizoram DGP pic.twitter.com/aVscbDDoY4
— ANI (@ANI) January 23, 2024
મ્યામારના સૈનિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારે જે વિમાન આવ્યું હતું તેને મ્યાંમાર સેનાના બાકીના 92 જવાનોને લેવા માટે આવ્યું હતું. આ ઘટનામાં ચાલક દળના લગભગ 6-8 સભ્યોને સામાન્ય ઇજા પહોંચી હતી અને તેમને સારવાર માટે લેંગપુઇના સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના બાદ મિઝોરમના સૌથી મોટા હવાઇ મથક લેંગપુઇમાં તમામ સંચાલન અટકાવી દેવાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાનો શિકાર વિમાનને બોમ્બાર્ડિયર કહેવાય છે. આ હાલ ક્ષતિગ્રસ્ત થઇ ચુક્યું છે અને ઉડ્યન કરવા માટે સમર્થ નથી. પોલીસે કહ્યુ કે, આ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે આ ઘટના થઇ.
ADVERTISEMENT
વિદ્રોહી સામે લડતા લડતા સેનાના જવાનો ભાગીને ભારતમાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યાંમારના 184 સૈનિકોને તેમના દેશમાં પરત મોકલાયા છે. આ સૈનિકો અઠવાડીયા પહેલા જાતીય હિંસા દરમિયાન વિદ્રોહી જુથ સામે લડી રહ્યા હતા. જો કે વિદ્રોહી જુથોના ભયાનક ગોળીબારના કારણે તેઓ ભાગીને ભારતમાં ઘુસી ગયા હતા. સોમવારે અધિકારીઓએ જણાવ્યું કે, સૈનિકોને આઇજોલ પાસે લેંગપુઇ હવાઇ મથકથી પાડોશી દેશના રાખિન રાજ્યમાં સિટવે સુધી મ્યામાર વાયુસેનાના વિમાન દ્વારા મોકલવામાં આવ્યા. અધિકારીઓના અનુસાર બાકીના 92 સૈનિકોને મંગળવારે પરત મોકલવામાં આવી રહ્યા છે. મ્યામાર સૈનિકોને 17 જાન્યુઆરીઓએ હથિયાર અને દારૂગોળો સાથે દક્ષિણી દક્ષિણી મિઝોરમના લોન્ગતલાઇ જિલ્લામાં ભારત-મ્યામાર બાંગ્લાદેશ સીમા પર આવેલા બાંડુકબંગા ગામમાં ઘુસી ગયા હતા. અસમ રાઇફલ પાસે પહોંચ્યા હતા. સૈનિક પર અરાકન આર્મીના ફાઇટર્સ દ્વારા કબ્જો કરી લેવાયો હતો. ત્યાર બાદ આ સૈનિકો ભાગીને મિઝોરમ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT