મારી વિચારધારા કોંગ્રેસની ખુબ જ નજીકની, હવે તેમણે નિર્ણય લેવાનો છે: પ્રશાંત કિશોર

ADVERTISEMENT

Prashant kishor
Prashant kishor
social share
google news

નવી દિલ્હી : પ્રશાંત કિશોરે કહ્યું કે, હાલ તો ભાજપ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનથી આગળ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને મળેલી જીતના કારણે લોકસભા ચૂંટણી 2024 માં તેમનું પલડું ભારે છે. આવતા વર્ષે આયોજીત થવા જઇ રહેલા લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી રણનીતિકાર અને જન સુરાજના પ્રમુખ પ્રશાંત કિશોરે પોતાની રાજનીતિક ઇનિંગ અંગે સૌથી મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વૈચારિક રીતે મારી વિચારધારા કોંગ્રેસની સાથે છે.

બિઝનેસ ટુડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે બિહારની રાજનીતિ અંગે તથા લોકસભા ચૂંટણી 2024 અને દેશની રાજનીતિ અંગે ચર્ચા કરી. કોંગ્રેસની સાથે એકવાર ફરીથી કામ કરવા અંગેના સવાલ પર પ્રશાંત કિશોરે કહ્યું કે, કોંગ્રેસ આ વખતે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડવા જઇ રહ્યા છે. તે લોકોએ પોતાના રસ્તા પસંદ કર્યા છે. લોકસભા ચૂંટણી બાદ શું થશે, તે આપણને નથી ખબર.જો કે વૈચારિક રીતે હું કોઇ અન્ય પાર્ટીની તુલનાએ કોંગ્રેસની વિચારધારાની નજીક છું. હું બસ એટલું જ કહી શકું છું.

તેમ પુછવામાં આવતા કે શું તેઓ કોંગ્રેસમાં જવા અંગે પોતાના પત્તા ખોલીને મુકેલા છે? તે અંગે કિશોરે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનો નિર્ણય લેવાનો છે. હું તેમાં કંઇ પણ કરી શકું નહી.

ADVERTISEMENT

INDIA ગઠબંધનથી આગળ છે ભાજપ

પ્રશાંત કિશોરે કહ્યું કે, હાલ તો ભાજપ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનથી આગળ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને મળેલી જીતના કારણે લોકસભા ચૂંટણી 2024 માં તેમનું પલડું ભારે છે. જો કે કિશોરે હાલના વિધાનસભા ચૂંટણીને સેમીફાઇનલ કહેવાનો ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે, જો તેવું હોય તો ભાજપ 2019 માં ન જીતી હોત કારણ કે 2018 માં પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં તે હારી હતી.

પુછવામાં આવતા કે તેઓ હિંદી પટ્ટીમાં કોંગ્રેસના પરાજય અંગે શું વિચારે છે? તે અંગે કિશોરે કહ્યું કે, કોંગ્રેસ એક યુનિટ તરીકે મધ્ય પ્રદેશમાં ચૂંટણી લડવા અને જીતવાની સ્થિતિમાં નહોતી. રાજસ્થાનમાં પણ પરિણામો સ્પષ્ટ જ હતા. છત્તીસગઢ અંગે કહી શકાય કે ઘણીવાર અનેકવાર મજબુત ચહેરા અંગે ધારણા હોય છે કે તેમને હરાવી જ ન શકાય. આપણે તેલંગાણામાં બીઆરએસ સાથે પણ આવું જ થતા જોયું.

ADVERTISEMENT

તેમણે કહ્યું કે, કોંગ્રેસ છત્તીસગઢમાં ખુબ જ મજબુત સ્થિતિમાં નહોતા. ગત્ત વખતે કોંગ્રેસ પાચ મામલે જીતી હતી. તો છત્તીસગઢ અંગે પણ આટલું આશાવાદી થવું જોઇતું નહોતું.

ADVERTISEMENT

છત્તીસગઢમાં જાતીઆધારિત વસ્તીગણતરીના કારણે નુકસાન થયું

કિશોરે કહ્યું કે, કોંગ્રેસ જાતિ આધારિત અનામતને કેન્દ્રીય મુદ્દો બનાવી રહી છે. જો કે તેના કારણે પાર્ટીને નુકસાન થયું છે. તેનો અભ્યાસ કરવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસના કોર વોટર્સને આ પસંદ નહોતું આવ્યું. મને લાગે છે કે, જાતિ આધારિત વસ્તી ગણતરીની વાતો કરનારી કોઇ ક્ષેત્રીય પાર્ટીની તુલનામાં તેને કેન્દ્રીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહેલી રાષ્ટ્રીય પાર્ટીને હિંદી પટ્ટીમાં તેનું નુકસાન ભોગવવું પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણી પહેલા કહ્યું હતું કે, જો તેઓ છત્તીસગઢમાં સત્તામાં આવશે તો તેઓ જાતીઆધારિત વસ્તીગણતરી કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT