OYO હોટેલમાં ખેલાયો ખૂની ખેલ, પરિણીત પ્રેમિકાની લાશ બેડ પર અને બોયફ્રેન્ડની લાશ પંખે લટકતી હતી
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. OYO હોટેલમાં એક પ્રેમીએ પોતાની પરિણીત પ્રેમિકાની હત્યા કર્યા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી…
ADVERTISEMENT
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. OYO હોટેલમાં એક પ્રેમીએ પોતાની પરિણીત પ્રેમિકાની હત્યા કર્યા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ મામલો મોદીનગરના કાદરાબાદ વિસ્તારનો છે. મળતી માહિતી મુજબ, આત્મહત્યા કરતા પહેલા પ્રેમીએ પ્રેમિકાના પતિને વીડિયો કોલ કરીને ઘટનાની જાણ કરી હતી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. મળતી માહિતી મુજબ, પ્રેમી-પ્રેમિકા રવિવારે સવારે કાદરાબાદ વિસ્તારમાં આવેલી OYO હોટેલમાં પહોંચ્યા હતા. બંનેએ રૂમ બુક કરાવ્યો. પછી ઘણા સમય પછી તેને ફોન આવ્યો જે પ્રેમિકાના પતિનો હતો. તેણે જણાવ્યું કે તેની 22 વર્ષની પત્ની મધુ હોટલમાં આવી હતી જેની હત્યા તેના 20 વર્ષીય પ્રેમી હિમાંશુએ કરી હતી.
હોટેલીયર્સ તે રૂમમાં જતાં જ તેમના હોશ ઉડી ગયા હતા. ત્યાં મધુની ડેડ બોડી બેડ પર પડી હતી. જ્યારે હિમાંશુની લાશ પંખા સાથે લટકતી હતી. હોટલવાળાઓએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જ્યારે પોલીસે મૃતકના પતિ સાથે વાત કરી તો ખબર પડી કે હિમાંશુએ મધુની હત્યા કરી છે. વાસ્તવમાં મધુની હત્યા કર્યા બાદ હિમાંશુએ તેના પતિને વીડિયો કોલ કરીને ઘટનાની જાણકારી આપી હતી.
ADVERTISEMENT
લગ્ન બાદ પણ અફેર રહ્યું
ઘટનાની જાણ થતાં મૃતક યુવકના સ્વજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જાણવા મળ્યું કે મધુનાં લગ્ન થોડાં વર્ષ પહેલાં હિમાંશુના ગામના એક યુવક સાથે થયાં હતાં. ત્યારથી બંને વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું. પરંતુ થોડા સમય પછી મધુના પતિનું અવસાન થયું, જેથી તેના પરિવારજનોએ તેના લગ્ન અન્ય યુવક સાથે કરાવી દીધા.
આમ છતાં હિમાંશુ અને મધુનું અફેર ચાલુ હતું. અને હવે હોટલમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા છે. મોદીનગરના એસીપી રિતેશ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT