VIDEO: સલમાનના બર્થડે પર ઘરની બહાર ફેન્સ થયા બેકાબુ, પોલીસે લાઠી ચાર્જ કરીને ભીડને ભગાડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનનો ગઈકાલે 57મો જન્મદિવસ હતો. જન્મદિવસ પર તેના ફેન્સ સલમાન ખાનની એક ઝલક માટે ઘરની બહાર પહોંચ્યા હતા. દર વર્ષે સલમાનના જન્મદિવસે તેના ઘરની બહાર મોટી સંખ્યામાં ફેન્સનો જમાવડો થયો હતો. ગઈકાલે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાતા ભીડ બેકાબુ બની હતી. જેના કારણે પોલીસને લોકો પર લાઠી ચાર્જ કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: ભારે વિરોધ વચ્ચે શાહરૂખની ફિલ્મ ‘પઠાણે’ રિલીઝ પહેલા જ 100 કરોડની કમાણી કરી લીધી

ફેન્સ બેકાબુ થતા પોલીસે કર્યો લાઠી ચાર્જ
જાણકારી મુજબ, સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં જ્યારે ગેલેરીમાં ફેન્સનું અભિવાદન કરવા માટે આવ્યો, આ બાદ સ્થિતિ વણસી અને સલમાનને જોવા માટે ઘણા ફેન બેકાબુ થઈ ગયા. ઘણા લોકો બેરિકેડ્સ કૂદીને આગળ આવી ગયા અને હંગામો કરવા લાગ્યા. લોકો એકબીજા સાથે જ ધક્કા-મુક્કી કરવા લાગ્યા. પરિણામે સ્થિતિ ખરાબ થતી દેખાતા પોલીસે લોકોને પાછા કરવામાટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જે બાદ લોકો બચવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

આગામી વર્ષે સલમાનની 2 ફિલ્મો આવશે
નોંધનીય છે કે સલમાન ખાનના બર્થડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. ખાસ કરીને એક સમયે તેમની ગર્લફ્રેન્ડ રહેલી સંગીતા બિજલાનીને સલમાન તેની કાર સુધી મૂકવા માટે આવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. સલમાન ખાનની વાત કરીએ તો નવા વર્ષમાં તેની બે ફિલ્મો આવી રહી છે. જેમાં પૂજા હેગડે અને શહનાઝ ગિલ સાથે તેની કિસી કા ભાઈ કિસી કી જાન અને કેટરીના કૈફ સાથે ટાઈગર 3 રિલીઝ થશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT