વિશ્વના 10 ધનવાનોમાંથી અંબાણી આઉટ, અદાણીને પણ લાગ્યો મોટો ઝટકો
અમદાવાદ : વિશ્વના ટોપ 10 અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કંપનીના શેરોમાં થયેલા ઘટાડાને કારણે ટોપ-10 માં રહેલા બે ઉદ્યોગપતિઓએ નુકસાન વેઠવાનો વારો…
ADVERTISEMENT
અમદાવાદ : વિશ્વના ટોપ 10 અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કંપનીના શેરોમાં થયેલા ઘટાડાને કારણે ટોપ-10 માં રહેલા બે ઉદ્યોગપતિઓએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બંન્નેની સંપત્તી ઘટી ગઇ છે. હવે અદાણી ત્રીજાને બદલે ચોથા સ્થાન પર આવી ગયા છે. જ્યારે અંબાણી ટોપ 10 માંથી બહાર થઇને 12 મા નંબર પર આવી ગયા છે.
અદાણીને 24 કલાકમાં 872 મિલિયન ડોલરનું નુકસાન થયું
એશિયાના સૌથી ધનવાન અને વિશ્વના ત્રીજા સૌથી ધનવાન અદાણી હવે વિશ્વના ચોથા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી 120 અબજ ડોલરની નેટવર્થ સાથે લિસ્ટમાં ચોથા નંબર પર પહોંચી ગયા છે. ગત્ત 24 કલાકમાં તેમની સંપત્તીમાં 872 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
એમેઝોનના કો ફાઉન્ડર ફરી ત્રીજા નંબર પર આવી ગયા
બ્લુમબર્ગના અહેવાલ અનુસાર યાદીમાં એમેઝોનના કો ફાઉન્ડર જેફ બેજોસ ત્રીજા નંબર પર આવી ગયા છે. જેના કારણે અદાણીને એક પોઇન્ટનું નુકસાન થયું છે. ગત્ત 24 કલાકમાં બેજોસની સંપત્તીમાં 218 ડોલરનો વધારો થયો છે. હવે તેમની સંપત્તી વધીને 121 અબજ ડોલર થઇ ગઇ છે.
ADVERTISEMENT
લાંબો સમય સુધી યાદીમાં રહ્યા બાદ અંબાણી અચાનક યાદીમાંથી આઉટ
Top-10 Billionaires List માં એક મોટો ફેરફાર આવ્યો છે. લાંબા સમય સુધી વિશ્વના 8 મા નંબરના અમેર શખ્સ રહેલા અને એશિયાના બીજા સૌથી ધનવાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ટોપ-10 માંથી આઉટ થઇ ગયા છે. તેઓ હવે 12 મા નંબર પર આવી ગયા છે. ગત્ત 24 કલાકમાં તેમની સંપત્તી 457 મિલિયન ડોલર ઘટી ગઇ છે. મુકેશ અંબાણીની સંપત્તી આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધીમાં 84.7 અબજ ડોલર હતી.
ADVERTISEMENT