’20 કરોડ આપી દો નહીંતર…’ Mukesh Ambaniને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mukesh Ambani: દેશની સૌથી મોટી કંપનીના માલિક અને સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગણી કરી છે અને કહ્યું છે કે, જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો જીવ ગુમાવવો પડશે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીની કંપનીના ઇમેઇલ આઈડી પર કોઈ અજાણ્યા વ્યક્તિએ આ ધમકીભર્યો ઈમેલ મોકલ્યો છે. ધમકીભર્યા ઈમેલમાં લખ્યું હતું કે, ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સ છે’

આ ઈમેલ મળ્યા બાદ, મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, મુંબઈની ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. ધમકીભર્યા ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો તે મુકેશ અંબાણી પર હુમલો કરાવી શકે છે, કારણ કે તેમની પાસે દેશના શ્રેષ્ઠ શૂટર્સ છે.

ADVERTISEMENT

ગયા વર્ષે પણ ધમકી મળી હતી

અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ એક વ્યક્તિએ દક્ષિણ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફોન કર્યો હતો. તેણે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફોન કરનારે મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીનું નામ લીધું અને જીન લઈ લેવાની ધમકી આપી. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી.

ADVERTISEMENT

2021માં વિસ્ફોટકોથી ભરેલી SUV મળી આવી હતી

જ્યારે ફેબ્રુઆરી 2021માં મુકેશ અંબાણીના ઘર પાસે એક ત્યજી દેવાયેલી SUV મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. દક્ષિણ મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર ‘એન્ટીલિયા’ પાસે વિસ્ફોટકોથી ભરેલી એક SUV મળી આવી હતી. તેમાંથી 20 જેટલી જિલેટીનની સ્ટીક અને એક પત્ર મળી આવ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. જે બાદ મુંબઈ પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી અને કેટલાક લોકોની ધરપકડ કરી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT