MS Dhoni પણ બન્યો ઠગાઇનો ભોગ, 15 કરોડ રૂપિયા ગુમાવ્યા બાદ કરી ફરિયાદ
નવી દિલ્હી : મહેન્દ્રસિંહ ધોનીએ અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ નામની કંપની પર 15 કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આક્ષેપ કરતા રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ…
ADVERTISEMENT
નવી દિલ્હી : મહેન્દ્રસિંહ ધોનીએ અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ નામની કંપની પર 15 કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આક્ષેપ કરતા રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કંપનીની સાથે મહેન્દ્રસિંહ ધોનીએ ગ્લોબલ લેવલ પર ક્રિકેટ એકેડેમી સ્થાપવા અંગે 2017 માં કરાર કર્યો હતો.
આ લોકો વિરુદ્ધ ફરિયાદ
કરારની શરતોનું પાલન નહી કરવાના કારણે તેમણે કંપનીને અનેક નોટિસ ફટકારી હતી. જવાબ નહી મળતા ધોનીએ કંપનીને પોતાના તરફથીઅપાયેલા અધિકારો ખતમ કરી દીધા હતા. હવે આ મામલે તેમણે 15 કરોડ રૂપિયાના નુકસાનનો દાવો ઠોક્યો છે. કંપનીના બે મુખ્ય અધિકારી મિહિર દિવાકર અને સૌમ્ય વિશ્વાસ વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ અંગે શુક્રવારે રાંચીમાં જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ રાજકુમાર પાંડેની કોર્ટમાં સુનાવણી થઇ હતી.
શું છે સમગ્ર વિવાદ
ક્રિકેટ એકેડેમી ચલાવવા માટે 2017 માં બંન્ને પક્ષો વચ્ચે એક એગ્રીમેન્ટ થયો હતો. તેના અનુસાર અરકા સ્પોર્ટ દ્વારા ધોનીને ફ્રેંચાઇઝી ફી મળવાની હતી અને આ ઉપરાંત નફાનો કેટલોક હિસ્સો પણ શેર કરવાનો હતો. ધોની દ્વારા કરાયેલા કેસમાં જણાવાયું કે, અરકા સ્પોર્ટે આ શરતોનું પાલન કર્યું નથી. જેના કારણે ધોનીને ભારે નુકસાન થયું છે. શરતોનું પાલન નહી કરવાના કારણે ધોનીએ અરકા સ્પોર્ટને 15 ઓગસ્ટ 2021 ના રોજ નોટિસ ફટકારી હતી. આ સાથે જ તેને અપાયેલા અધિકારો પણ રદ્દ કરી દેવાયા હતા.
ADVERTISEMENT
અનેક નોટિસો ફટકારી
ધોનીએ બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ અનેક નોટિસો ફટકારી હતી. જો કે તેમ છતા તેને નજર અંદાજ કરવામાં આવી. ધોનીના મિત્ર સીમાંત લોહાણી ઉર્ફે ચિત્તેએ પણ અરકા સ્પોર્ટના વડા મિહિર દિવાકરની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. સીમાંતના અનુસાર કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ મિહિર દિવાકરે તેને ધમકી આપી અને તેની સાથે ગેરવર્તણુંક કરી હતી.
ADVERTISEMENT