નિઠારી કાંડમાં મુખ્ય આરોપી મોનિંદર પંઢેર જેલમાંથી મુક્ત, મીડિયા સામે હાથ જોડ્યા

ADVERTISEMENT

Moninder release from jail
Moninder release from jail
social share
google news

Nithari case: મુક્તિની પ્રક્રિયામાં સમય લાગવાના કારણે પંઢેર નિશ્ચિત સમય કરતા વધારે મોડા છુટ્યા હતા. જેલથી બહાર આવવા દરમિયાન તેણે કુર્જા-પાયજામાં જોવા મળ્યો હતો. તેની સાથે તેના પરિવારજનો હતા, જેણે તેનો થેલો ઉપાડ્યો હતો. સાથે તેનો વકીલ પણ હાજર હતો.

બહુચર્ચિત નિઠારીકાંડમાં આરોપી રહી ચુક્યો મનિંદર

બહુચર્ચિત નિઠારી કાંડમાં આરોપી રહેલા D-5 બંગલોનો માલિક મનિંદર સિંહ પંઢેરને આખરે હાઇકોર્ટના ચુકાદા બાદ છોડી દેવામાં આવ્યો છે. નિઠારીકાંડમાં મનિંદરની સાથે તેના નોકરને પોલીસ અને સીબીઆઇ દ્વારા આરોપી બનાવાયો હતો. હવે ચુકાદો આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મનિંદરને ગૌતમબુદ્ધ જિલ્લા કારાવાસમાંથી છોડી દેવામાં આવ્યો છે.

મનિંદરસિંહ પંઢેરને શુક્રવારે મુક્ત કરી દેવાયો હતો

શુક્રવારે સવારે જ વાતાવરણ સાફ થઇ ગયું હતું કે, મનિંદર સિંહ પંઢેરને શુક્રવારે મુક્ત કરી દેવામાં આવશે. જો કે મુક્તિની પ્રક્રિયામાં સમય લાગવાને કારણે પંઢેરને નક્કી સમયથી થોડા સમય બાદ મુક્ત કરી દેવામાં આવ્યા. જેલમાંથી બહાર આવવા દરિયાન તેને સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. તેની સાથે તેના પરિવારનો એક વ્યક્તિ હતો, જેણે તેનો થેલો હાથમાં લીધેલો હતો અને તેનો એક પરિવાર પણ હાજર હતો.

ADVERTISEMENT

મીડિયા સામે હાથ જોડીને રવાના થયો પંઢેર

હાલાકી પંઢેરે મીડિયાના સવાલોનો કોઇ જવાબ નથી આપ્યો. સવાલ પુછવા અંગે તેણે ગાડીમાં બેસીને હાથ જોડી લીધા હતા. ત્યાર બાદ વકીલોની સાથે ગાડીમાં બેસીને રવારા થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર તેઓ દાદરીથી એક્સપ્રેસવે થઇને ચંડીગઢ માટે રવાના થઇ ગયો હતો.

પંઢેરને થઇ હતી ફાંસીની સજા

અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2006 માં આ મામલે ખુલાસો થયો હતો. ત્યારે D-5 બંગલો દેશમાં સૌથી ચર્ચિત મકાન બની ગયું હતું. એક પછી એક ડોઢ ડઝન બાળકો અને યુવતીઓના અવશેષ અને લોહીથી લથપથ કપડા તથા અન્ય સામાન મળી આવ્યો હતો. આ મામલે સુરેન્દ્ર કોલીને 13 અને પંઢેરને બે કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT