મોદી સરકારની કેનેડાને સ્પષ્ટ ચેતવણી: 7 દિવસમાં 41 ડિપ્લોમેટ ભારત છોડે નહી તો…
નવી દિલ્હી : ભારતે કેનેડાને સ્પષ્ટ શબ્દોમાં એક અઠવાડીયાની અંદર પોતાના 41 ડિપ્લોમેટ્સને ભારત છોડી દેવા માટે જણાવ્યું છે. સાથે જ ભારતે તેમ પણ કહ્યું…
ADVERTISEMENT
નવી દિલ્હી : ભારતે કેનેડાને સ્પષ્ટ શબ્દોમાં એક અઠવાડીયાની અંદર પોતાના 41 ડિપ્લોમેટ્સને ભારત છોડી દેવા માટે જણાવ્યું છે. સાથે જ ભારતે તેમ પણ કહ્યું કે, જો 10 ઓક્ટોબર બાદ પણ આ રાજદ્વારીઓ ભારતમાં જ રહે છે તો તેમની રાજદ્વારી પાવર છીનવી લેવામાં આવશે.
ભારત-કેનેડા વચ્ચેના સંબંધો સતત થઇ રહ્યા છે તંગ
ખાલિસ્તાની આતંકદવાદી નિજ્જરની હત્યા અંગે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે ભારતે ટ્રુડો સરકારને પોતાના ડિપ્લોમેટ્સ પરત બોલાવવા માટેનું અલ્ટીમેટ આપ્યું છે. મોદી સરકારે કેનેડાને 10 ઓક્ટોબર સુધી ભારતના 41 રાજદ્વારીઓેને પર બોલાવવા માટે કહ્યું છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 10 ઓક્ટોબર બાદ પણ તેઓ ભારતમાં રહેશે તો તેમના રાજદ્વારી પાવર ખતમ કરી દેવામાં આવશે.
કેનેડિયાના રાજદ્વારીઓ 21 થી વધારે ન હોવા જોઇએ
અંગ્રેજી અખબાર ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર હાલ ભારતમાં કેનેડાના 62 રાજદ્વારી છે. તેને ઘટાડીને મોદી સરકારે 21 કરવા માટે જણાવ્યું છે. ભારત સરકારે કેનેડા સાથે પોતાના 41 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધી પરત બોલાવવા માટે જણાવ્યું છે.
ADVERTISEMENT
રાજદ્વારી રહે તો તેમના સ્પેશિયલ પાવર છીનવાશે
અખબારને આ મામલે માહિતી ધરાવતા એક સુત્રના હવાલાથી લખ્યું છે કે, ભારતે ત્યાં સુધી કહી દીધું છે કે જો 10 ઓક્ટોબર બાદ પણ આ રાજદ્વારી દેશમાં રહે છે તો તેમની તે તમામ છુટ ખતમ કરી દેવાશે, જે એક રાજદ્વારીને મળે છે.
ભારતે પહેલા આપ્યો હતો સંકેત
વેબસાઇટે આગળ લખ્યું કે, કેનેડાના વિદેશમંત્રાલય અને ભારત સરકારે તે અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. જો કે ભારતે ડિપ્લોમેટની સંખ્યા અંગે પહેલા જ કહ્યું હતું કે, બંન્ને દેશોમાં રાજદ્વારીઓની હાજરી બરાબર હોવી જોઇએ.
ADVERTISEMENT
ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા વધારે
21 સપ્ટેમ્બરે ભારતીય વિદેશમત્રાલયના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારતમાં કેનેડિયન રાજદ્વારીની સંખ્યા ભારતના કેનેડામાં રાજદ્વારીઓની સંખ્યા કરતા વધારે છે. એટલા માટે તેમને કામ કરવાની જરૂર છે. પ્રત્યેક દેશ બીજા દેશમાં રહેલા રાજદ્વારીઓની સંખ્યા અને ગ્રેડમાં સમાનતા ઇચ્છે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT