BHIM UPI ટ્રાન્ઝક્શન અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, PM ની આ યોજનાનું નામ બદલાયું
Modi Cabinet Decision: મોદી સરકારે ઓછી રકમના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે 2600 કરોડ રૂપિયાની પ્રોત્સાન રકમને મંજૂરી આપી દીધી છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે…
ADVERTISEMENT
Modi Cabinet Decision: મોદી સરકારે ઓછી રકમના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે 2600 કરોડ રૂપિયાની પ્રોત્સાન રકમને મંજૂરી આપી દીધી છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, મોદી સરકારના મંત્રીમંડળે રૂપે ડેબિટ કાર્ડ અને ભીમ યુપીઆઇ લેવડ દેવડને વધારવા માટે પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી દીધી છે. સાથે જ કેબિનેટની ત્રણ મલ્ટી લેવલ કોઓપરેટિવ સોસાયટીની રચના અંગેનો નિર્ણય પણ લીધો છે.
સરકારે પીએમ મુફ્ત અનાજ યોજનાનું નામ બદલી નાખ્યું
સરકારે પીએમ મુફ્ત અનાજ યોજનાનું નામ બદલવાનો પણ નિર્ણય લીધો છે. હવે આ યોજના પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના તરીકે ઓળખાશે. ગત્ત કેબિનેટમાં ફ્રીમાં અપાતા અનાજની યોજનાને એક વર્ષ માટે વધારવા માટેનો નિર્ણય લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે આ યોજનાનુ નામ બદલી નાખવામાં આવ્યું છે.
બેઠક બાદ કેન્દ્રીય ભુપેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવી જાહેરાત
બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે, મોદી કેબિનેટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી અધિનિયમ 2002 હેઠળ રાષ્ટ્રીય સ્તરની મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્સપોર્ટ સોસાયટીની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. આ સહકારી સમિતીઓના સમાવેશ વિકાસ મોડલથી સહકારથી સમૃદ્ધિના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
ADVERTISEMENT
નાના UPI ટ્રાન્ઝેક્શન કરનારા લોકોને મોટો ફાયદો
અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ન યોજનાનો સમયગાળો 31 ડિસેમ્બરે પુર્ણ થઇ રહ્યો હતો. કોવિડ 19 ની મહામારી દરમિયાન ગરીબોને ફ્રી અનાજ વહેંચવાની શરૂઆત એફ્રીલ 2020 માં કરવામાં આવી હતી. તેને એક વર્ષ માટે ગત્ત કેબિનેટ બેઠકમાં વધારી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT