હાથ જોડીને કહેતો હતો ‘મેં ચોરી નથી કરી’- મોડાસા પોલીસની કસ્ટડીમાં થયું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરિયા. મોડાસાઃ આપણે ત્યાં ગરીબની જીંદગીની કિંમત કેટલી? આ બાબતના સવાલનો જવાબ આપને કદાચ આ ઘટના પરથી જાતે જ મળી જશે. અહીં મોડાસામાં એક ગરીબ વ્યક્તિને પોલીસે ચોરીના ગુનામાં પકડ્યો હતો. આ વ્યક્તિને પોલીસની કસ્ટડીમાં ખેંચ આવી હોવાની કહાની સામે આવી રહી છે. જોકે કહાનીમાં એવી પણ વાત સામે આવી રહી છે કે આ વ્યક્તિને દસ કલાકના સમયમાં બે વખત ખેંચ આવી હતી. જે પછી તેને હોસ્પિટલ લઈ જવાયો ત્યાં તપાસતા જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અહીં સવાલ એ ઊભો થાય છે કે આ વ્યક્તિને પહેલી વખત ખેંચ આવી અને બીજી વખત ખેંચ આવી તેમાં દસ કલાકનો સમય હતો તો સારવાર કરનારા તબીબો પણ કેટલા ભણેલા ગણવા કે તેમને આ વ્યક્તિ સ્વસ્થ થઈ ગયો હોવાનો અભિપ્રાય પોલીસને આપ્યો અને તેને પાછો કસ્ટડીમાં લેવામાં આવ્યો? પોલીસે પણ તેને ચોરીના ગુનામાં પકડતા પહેલા કેટલા પુરાવાની ચકાસણી કરી અને આરોપ ઘડ્યા હશે?

ગંગા એક્સપ્રેસ વે માટે ખોદાયેલા ખાડામાં પાણીમાં 4 બાળકોના ડૂબી જવાથી મોત

કસ્ટડીમાં ખેંચ આવતા થયો બેભાન
પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લામાં ચોરીના આરોપીનું મોડાસા રૂરલ પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગઈકાલે સાયરા પંથકમાં સ્મશાનમાં લોખંડની એન્ગલ ચોરી કરવા આવ્યો હોવાની શંકાએ ગામના આસપાસના લોકોએ શંકાસ્પદ હાલતમાં આ વ્યક્તિને ઝડપ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપી શનાભાઈ મગનભાઈ વાદીને કસ્ટડીમાં ખેંચ આવતા આરોપી બેભાન થયો હતો. તે પછી પોલીસ સ્ટેશનમાંથી આરોપીને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. છેલ્લા ૧૦ કલાકમાં બે વાર ખેંચ આવ્યા બાદ મોત નીપજ્યું હતું. હોસ્પિટલના ડોક્ટર દ્વારા આરોપીને મૃત જાહેર કરાયો હતો. જિલ્લા LCB, ડીવાયએસપી, રૂરલ અને ટાઉન પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આરોપીનું ફોરેન્સિક પીએમ પેનલ દ્વારા કરાવવાની તજવીજ હાથ ધરી છે. જેમાં વીડિયો ગ્રાફી પણ કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT