મિર્ઝાપુર 3નું ટ્રેલર રિલીઝ, ખોફ ફેલાવવા આવી ગયા કાલીન ભૈયા-ગુડ્ડૂ પંડિત
છેલ્લા બે વર્ષથી ચાહકો 'મિર્ઝાપુર સિઝન 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા આ સિરીઝનું ટીઝર રિલીઝ થયું હતું. હવે આ સિરીઝનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
ADVERTISEMENT
Mirzapur Season 3 Trailer Release : છેલ્લા બે વર્ષથી ચાહકો 'મિર્ઝાપુર સિઝન 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા આ સિરીઝનું ટીઝર રિલીઝ થયું હતું. જેમાં 'બાબુ જી' (કુલભૂષણ ખરબંદા) ના અવાજે કહ્યું હતું કે 'શેર અભી ઘાયલ, લેકિન વાપસ જરૂર લોટેગા'. હવે આ સિરીઝનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 'મિર્ઝાપુર' સિરીઝ તેની રાજનીતિ, ડ્રામા અને રક્તપાત માટે જાણીતી છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે નવી સિઝનમાં પણ તમને આ બધી વસ્તુઓનું ભરપૂર મિશ્રણ જોવા મળશે.
મિર્ઝાપુર 3નું ટ્રેલર રિલીઝ
ટ્રેલરની શરૂઆત નેતાજી તેમના ભાષણની પ્રેક્ટિસ કરતા થાય છે. તેમનું કહેવું છે કે નિર્દોષ જાન અને સંપત્તિના નુકસાનને કારણે તેમનું હૃદય કોરોનાથી ભરાઈ ગયું છે. આ પછી આવે છે ગુડ્ડુ પંડિત (અલી ફઝલ), જે મિર્ઝાપુર પર રાજ કરવા તૈયાર છે. હાથમાં મોટો હથોડો લઈને ગુડ્ડુએ ચાર રસ્તા પર સ્થાપિત કાલિન ભૈયા (પંકજ ત્રિપાઠી)ની પ્રતિમાને તોડી નાખી છે. કાલિન ભૈયાની મેહરારૂ બીના ત્રિપાઠી (રસિકા દુગ્ગલ) હવે ગુડ્ડુ સાથે છે. તેથી ગોલુ ગુપ્તા (શ્વેતા ત્રિપાઠી) કંઈક મોટું કરવાનું વિચારી રહી છે.
5 જુલાઈએ આ સીરીઝનું થશે પ્રીમિયર
એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યૂસ અને ક્રિએટ કરાયેલી આ ક્રાઇમ-થ્રિલર સીરીઝને દર્શકોએ ખુબ પસંદ કરી છે, જેના ડાયરેક્ટર ગુરમીત સિંહ અને આનંદ અય્યર છે. આ સીરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પેન્યુલી, હર્ષિતા શેખર ગૌડ, રાજેશ તૈલંગ, શીબા ચડ્ઢા, મેઘના મલિક અને મનુ ઋષિ ચડ્ઢા સહિત અનેક શાનદાર કલાકારોએ મહત્વના પાત્ર ભજવ્યા છે. 10 એપિસોડની આ સીરીઝનું પ્રીમિયર 5 જુલાઈએ ભારત અને દુનિયાભરમાં થવા જઈ રહ્યું છે.
ADVERTISEMENT
ટીઝર લોન્ચ : 'જબ લકડબગ્ધા લડખડાને લગે તો સમજો ઘાયલ શેર લોટ આયા હે'
ટ્રેલર પહેલા સિરીઝનું ટીઝર લોન્ચ કરાયું હતું. જેની શરૂઆત જંગલમાં સિંહોની ઝલકથી થાય છે અને બેકગ્રાઉન્ટમાં બાઉજી કુલભૂષણ ખરબંદાનો અવાજ સંભળાઈ રહ્યો છે. તેઓ ત્રીજી સીઝનનો પરિચય કંઈક આવી રીતે આપી રહ્યા છે, 'એક બલવાન નર ઓર એક ચૂસ્ત માદા જબ શિકાર પર જાતે હે તો ઉસસે જંગલ અક્સર દહલ જાતા હે. પર જંગલકી જંગ મેં શેરો કા સામના સવા શેરો સે હોતા હે ઓર જંગલી બિલ્લિયાં ચાલાક લોમડિયો કા રાસ્તા કાટ દેતી હે. તુફાની ચીતે બડી રફતાર સે ઘાત તો લગાતે હે પર બેરહમ શેરની કે નુકીલે પંજો સે માત ખા જાતે હે. જબ ખરગોશ છટપટાને લગે, લકડબગ્ધા લડખડાને લગે, ગીદડ ભભકિયાને લગે ઓર ઘડિયાલ આંસૂ બહાને લગે તો સમજો ઘાયલ શેર લોટ આયા હે.'
ADVERTISEMENT
ADVERTISEMENT