કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, વેઈટ લિફ્ટિંગમાં ભારતને મળ્યા 3 મેડલ
બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022માં મીરાબાઈ ચાનુએ ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મીરાબાઈ ચાનુએ વિમેન્સ વેઈટલિફ્ટિંગમાં 49 KG કેટેગરીમાં દેશ માટે ગોલ્ડ…
ADVERTISEMENT
બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022માં મીરાબાઈ ચાનુએ ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મીરાબાઈ ચાનુએ વિમેન્સ વેઈટલિફ્ટિંગમાં 49 KG કેટેગરીમાં દેશ માટે ગોલ્ડ જીત્યો છે. કોમનવેલ્થ ગેમના બીજા દિવસે ભારતે સ્વર્ણિમ સફળતા પ્રાપ્ત કરી છે અને અત્યારસુધી વેઈટ લિફ્ટિંગમાં કુલ 3 મેડલ જીતી લીધા છે. અગાઉ સંકેત મહાદેવ સાગરે સિલ્વર અને ગુરુરાજા પુજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મીરાબાઈએ સતત બીજીવાર કોમનવેલ્થમાં જીત્યો ગોલ્ડ
મીરાબાઈ ચાનુએ 2018 કોમનવેલ્થ ગેમ્સ પછી 2022માં પણ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. આ પ્રમાણે ભારત માટે બેક ટુ બેક મેડલ જીતવાની સાથે મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે તેણે સ્નેચમાં 88 kg વજન ઉપાડ્યું હતું. આની સાથે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં પણ મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતી ભારત દેશનું નામ રોશન કર્યું હતું.
ADVERTISEMENT
- મીરાબાઈ ચાનુ ક્લીન એન્ડ જર્કનાં પહેલા પ્રયાસમાં 109 kg વજન ઉપાડવામાં સફળ રહી હતી. વળી બીજા પ્રયાસમાં પણ તે 113 kg વજન ઉપાડવામાં સક્ષમ રહી હતી.
- મીરાબાઈ ચાનુ સ્નેચમાં પોતાના ત્રીજા પ્રયાસમાં 90 કિલો વજન ઉપાડી શકી નહોતી. એટલે કે, સ્નેચમાં મીરાબાઈનો શ્રેષ્ઠ પ્રયાસ 88 kg હતો, જે ગેમ્સ રેકોર્ડ છે.
- ચાનુ પછી સ્નેચમાં બીજા નંબર પર મેરી હનીત્રા રોઈલ્યા બીજા નંબર પર છે. મેરી હનીત્રાએ 76 kg વેઈટલિફ્ટ કર્યું હતું.
આજનો દિવસ ભારત માટે કેવો રહ્યો..
- મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 kg કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંગહામમાં ભારતનો આ પહેલો ગોલ્ડ છે.
- વેઈટલિફ્ટિંગમાં સંકેતે 55 kg વેઈટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
- વેઈટલિફ્ટિંગમાં ગુરુરાજાએ 61 kg વેઈટ કેટેગરીમાં 269 kg વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- ટેબલ ટેનિસમાં મહિલા ટીમે સતત બીજી મેચ જીતી હતી.
- બેડમિન્ટનમાં ડબલ્ટ ટીમે પાકિસ્તાન પછી શ્રીલંકાને પણ હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા સુનિશ્ચિત કરી લીધી છે.
ADVERTISEMENT