અમેરિકાની Teslaની ફેક્ટરીમાં પહોંચ્યા મંત્રી પિયુષ ગોયલ, Elon Muskએ આ વાત માટે માફી માંગી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Piyush Goyal US Visit: અમેરિકન ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાની (Tesla) ભારતીય બજારમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. અલગ-અલગ અવસરે આવી રહેલા અહેવાલોની સાથે ભારતીય બજારમાં આ દિગ્ગજની એન્ટ્રીને લઈને અટકળો પણ વધી રહી છે. હવે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટે ટેસ્લાની એન્ટ્રી અંગેની ચર્ચાને વધુ તેજ બનાવી છે. પીયૂષ ગોયલે કેલિફોર્નિયામાં ટેસ્લાની ફેક્ટરીની મુલાકાત લીધી અને કહ્યું કે, અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા ઇન્ક ભારતમાંથી તેના પાર્ટ્સની આયાત બમણી કરવાની પ્રક્રિયામાં છે.

પિયુષ ગોયલે ટ્વીટ કરીને શું લખ્યું?

આ પ્રસંગે, પિયુષ ગોયલે આ મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી અને લખ્યું કે, “ફ્રેમોન્ટ, કેલિફોર્નિયામાં ટેસ્લાના આધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત લીધી. પ્રતિભાશાળી ભારતીય એન્જિનિયરો અને ફાઈનાન્સ પ્રોફેશનલ્સને ઉચ્ચ પદો પર કામ કરતા અને મોબિલિટીમાં ફેરફાર માટે ટેસ્લાની ઉલ્લેખનીય યાત્રામાં યોગદાન કરતા ખૂબ જ ખુશી થઈ.”

ADVERTISEMENT

તેમણે લખ્યું, “ટેસ્લાની ઈલેક્ટ્રિક વ્હીકલ સપ્લાય ચેઈનમાં ભારતમાંથી આયાત થતા ઓટો પાર્ટ્સના વધતા મહત્વને જોઈને પણ તે ગર્વ અનુભવે છે. તે ભારતમાંથી તેના પાર્ટ્સની આયાતને બમણી કરવાના માર્ગ પર છે. આ પ્રસંગે ઈલોન મસ્કની હાજરી ચૂકાઈ ગઈ, તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

એલોન મસ્કે માફી માંગી

પીયૂષ ગોયલની આ પોસ્ટનો જવાબ આપતા એલોન મસ્કએ લખ્યું, “ટેસ્લામાં તમારું હોવું સન્માનની વાત છે! આજે કેલિફોર્નિયાની યાત્રા ન કરી શકવા બદલ હું દિલગીર છું, પણ ભવિષ્યમાં મળવાની આશા રાખું છું.”

ADVERTISEMENT

ટેસ્લાએ આયાત ડ્યુટી ઘટાડવાની માંગ કરી

ફાયનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ટેસ્લાએ શરૂઆતમાં ભારત સરકારને ઇલેક્ટ્રિક વાહનોની આયાત ડ્યુટી ટેરિફમાં છૂટની માંગ કરી છે. આ પહેલા પણ કંપનીના સીઈઓ ઈલોન મસ્ક ઈમ્પોર્ટ ટેક્સમાં છૂટની માંગ કરી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં $40,000થી ઓછી કિંમતની કાર પર 70 ટકા કસ્ટમ ડ્યુટી અને $40,000 કે તેથી વધુ કિંમતની કાર પર 100 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી નક્કી કરવામાં આવી છે.

ADVERTISEMENT

આ ટેક્સમાં કારની કિંમત, વીમો અને પરિવહન એટલે કે ખર્ચ, વીમો અને નૂર (CIF)નો સમાવેશ થાય છે. ટેસ્લાએ પ્લાન્ટ સ્થાપવાની શરત તરીકે ટેરિફ કટની માંગણી કરી છે. જો મંજૂર કરવામાં આવે, તો ઘટાડો ટેરિફ માત્ર ટેસ્લા માટે જ નહીં પરંતુ તમામ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો માટે ફાયદાકારક સાબિત થશે. અધિકારીઓ સૂચવે છે કે સૂચિત નીચો દર 15 ટકા છે.

    follow whatsapp

    ADVERTISEMENT