જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રિય કાયદામંત્રી કિરણ રિજિજુની કારનો અકસ્માત, હાઈવે પર ટ્રકે ટક્કર મારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુ માંડ-માંડ બચ્યા હતા. કારણ કે, તેમની કારને ટ્રકે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી તે સારી વાત છે. તો સાથે જ કેન્દ્રીય મંત્રી પણ સંપૂર્ણ સ્વસ્થ છે. હકીકતમાં, રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. જે બાદ સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઉતાવળમાં સુરક્ષાકર્મીઓએ કેન્દ્રીય મંત્રીને કારમાંથી બહાર કાઢીને અન્ય વાહનમાં બેસાડી દીધા હતા.

અકસ્માતનો વીડિયો સામે આવ્યો
બીજી તરફ માહિતી મળતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેન્દ્રીય મંત્રીની કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ રહી છે. તેમજ ઘટના બાદ સુરક્ષાકર્મીઓ કિરણ રિજિજુની કાર પાસે દોડતા જોવા મળે છે. ત્યારબાદ તે કેન્દ્રીય મંત્રીને કારમાંથી બહાર કાઢીને અન્ય વાહનમાં લઈ જતા જોવા મળે છે.

ADVERTISEMENT

સુરક્ષાકર્મીઓ મંત્રીને સુરક્ષિત બહાર કાઢીને લઈ ગયા
રામબન પોલીસ વતી આ મામલાની માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે આજે જમ્મુથી શ્રીનગર રોડ માર્ગે જતા સમયે કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરણ રિજીજુની કારને એક નાનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. કિરણ રિજિજુને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય પર લઈ જવામાં આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT