મિલાવટી દૂધ મામલે દોષિતના જામીન પર 42 વર્ષે SCમાં સુનાવણી- હવે ન્યાય મળે તો કેટલો યથાર્થ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ આપણા દેશનું આ એક કરુણ પાસું છે કે જ્યારે ન્યાય મળવો જોઈએ ત્યાં સુધી મળી શકતો નથી પરંતુ કેટલાક તો એવા કિસ્સા પણ છે કે જે માનવીય હૃદયને અંદર સુધી હચમચાવી મુકે. શું તમે કલ્પના કરી શકો કે દૂધમાં ભેળસેળના મામલાની કોઈ વ્યક્તિને 42 વર્ષ સુધી સજા કાપવી પડી હોય જ્યારે તેની સજા 6 મહિનાની છે. જીંદગીનો આ કેટલો મોટો સમય સળિયાની પાછળ વહી ગયો તેનો તો હિસાબ ક્યારેય કોઈએ માંડવાનો જ નથી. જોકે આ કોઈ ફિલ્મી કહાની નહીં પરંતુ સત્ય ઘટના છે. 42 વર્ષ પહેલા ભેળસેળયુક્ત દૂધ વેચવા બદલ ધરપકડ કરાયેલા 90 વર્ષીય વીરેન્દ્ર કુમારે રાહત માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. આ વૃદ્ધે 42 વર્ષથી છ મહિનાની કેદની સજા ભોગવી રહ્યા છે.

દસ વર્ષ પહેલા સજા અને અમલવારી હવે?
ખુર્જાના રહેવાસી વૃદ્ધ દોષિતે પીએફએ એટલે કે ખાદ્ય ભેળસેળ નિવારણ અધિનિયમ, છ મહિનાની કેદ અને રૂ. 2000 દંડ હેઠળ તેની દોષિતતાને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે આ વ્યક્તિને લગભગ દસ વર્ષ પહેલા ભેળસેળના ગુનામાં સજા સંભળાવી હતી. જેલની સજાનો આ હુકમ હવે અમલમાં મૂકવામાં આવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે 2013માં આ નિર્ણય આપ્યો હતો. આ જ ચુકાદાના આધારે ગયા મહિને વીરેન્દ્ર કુમારની ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે ચુકાદાની જાહેરાતના 30 દિવસની અંદર વીરેન્દ્રએ સજા પૂરી કરવા માટે આત્મસમર્પણ કર્યું ન હતુ. વીરેન્દ્રના વકીલ અજેશ કુમાર ચાવલાએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ રાજેશ બિંદલની વેકેશન બેન્ચની સામે આ મામલો ઉઠાવ્યો હતો. બેન્ચે કહ્યું કે, હાઈકોર્ટના આદેશ સામે તેમની અપીલ પેન્ડિંગ છે. બેન્ચ બુધવારે જામીનની અરજી પર સુનાવણી કરશે.

‘PM મોદી દુનિયાભરના નેતાઓના ડાર્લિંગ બની ગયા છે’- સુરતમાં બોલ્યા ડો.હર્ષ વર્ધન

ચુકાદો આપવામાં 26 વર્ષ લાગ્યા
હાઇકોર્ટને ટ્રાયલ કોર્ટના ચુકાદા મુજબ દોષિત ઠેરવતો ચુકાદો આપવામાં લગભગ 26 વર્ષ લાગ્યા. 7 ઓક્ટોબર, 1981ના રોજ, કુમાર 48 વર્ષીય વીરેન્દ્રને ભેળસેળયુક્ત દૂધ વેચતા ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા પકડાયો હતો. ત્યારબાદ વીરેન્દ્રએ પૂછપરછ દરમિયાન દાવો કર્યો હતો કે તે બસનો કંડક્ટર હતો જેમાં ભેળસેળ યુક્ત દૂધના કન્ટેનર મળી આવ્યા હતા. ખુર્જા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 29 સપ્ટેમ્બર, 1984ના રોજ પીએફએ એક્ટ હેઠળ કુમારને દોષિત ઠેરવ્યા હતા. 14 જુલાઈ, 1987ના રોજ બુલંદશહેરના સેશન્સ જજે પણ આ નિર્ણયને માન્ય રાખ્યો હતો. ટ્રાયલ કોર્ટના આદેશ સામેની અપીલ પણ અલ્હાબાદ હાઈકોર્ટે 30 જાન્યુઆરી, 2013ના રોજ માન્ય રાખી હતી.

ADVERTISEMENT

80 વર્ષની ઉંમર થઈ ત્યારે દોષિત જાહેર
ફૂડ ઈન્સ્પેક્ટર દ્વારા લેવામાં આવેલા સેમ્પલમાં દૂધ ભેળસેળ યુક્ત હોવાની પુષ્ટિ થઈ હતી. દૂધમાં ચરબી યુક્ત ઘન એટલે કે ખોયાનું પ્રમાણ પ્રમાણભૂત કરતાં 28% ઓછું હતું. જ્યારે બિન-ચરબી ઘન પ્રમાણભૂત કરતાં 12% ઓછા હતા. કુમારે ટ્રાયલ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તે બસ કંડક્ટર છે અને દૂધ વેચવાના વ્યવસાયમાં નથી. તે 7 ઓક્ટોબર, 1981ના રોજ ધાર્મિક વિધિ માટે દૂધ લઈને જઈ રહ્યો હતો. ટ્રાયલ કોર્ટ રેકોર્ડ પરના પુરાવાઓની તપાસ કર્યા પછી તારણ પર આવી કે કિરીયાવલી ગામથી કલ્યાણપુર વચ્ચેનું અંતર લગભગ 19 કિલોમીટર છે અને એવું માની શકાય નહીં કે કોઈ વ્યક્તિ માત્ર ધાર્મિક હેતુ માટે દૂધ એકત્ર કરવા માટે 38 કિલોમીટરની મુસાફરી કરશે. જ્યારે આરોપીના વકીલે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કેસ 32 વર્ષ જૂનો છે અને તે પહેલેથી જ 80 વર્ષનો છે, ત્યારે હાઈકોર્ટે દોષિત ઠેરવ્યો હતો પરંતુ સજા ઘટાડીને છ મહિના કરી હતી પરંતુ રૂ.2000નો દંડ યથાવત રાખ્યો હતો.

તેણે દોષિતને 30 દિવસની અંદર આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો, જે નિષ્ફળ થવા પર તેણે ટ્રાયલ કોર્ટને બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા કહ્યું. ગયા મહિને, હાઇકોર્ટે તેનો ચુકાદો આપ્યાના એક દાયકાથી વધુ સમય પછી, વોરંટનો અમલ કરવામાં આવ્યો હતો અને મહિનાની સજા ભોગવવા માટે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. વીરેન્દ્રના વકીલ ચાવલાએ દલીલ કરી હતી કે વડીલ ગંભીર રીતે બીમાર છે અને સારવાર માટે તેમને જામીન પર મુક્ત કરવાની જરૂર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT