‘મેરા ભોલા હૈ ભંડારી’ના સિંગર હંસરાજ રઘુવંશીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, જાણો કોણ છે યુવતી
નવી દિલ્હી: પ્રખ્યાત ભજન ગાયક હંસરાજ રઘુવંશીનું ગીત ‘મેરા ભોલા હૈ ભંડારી’ તમે સાંભળ્યું જ હશે. આ ભક્તિ ગીતે તેમને રાતોરાત લોકપ્રિય બનાવી દીધા. ગાયકની…
ADVERTISEMENT
નવી દિલ્હી: પ્રખ્યાત ભજન ગાયક હંસરાજ રઘુવંશીનું ગીત ‘મેરા ભોલા હૈ ભંડારી’ તમે સાંભળ્યું જ હશે. આ ભક્તિ ગીતે તેમને રાતોરાત લોકપ્રિય બનાવી દીધા. ગાયકની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે અને તેનું પ્રોફેશનલ લાઈફ શાનદાર ચાલી રહી છે. તાજેતરમાં જ હંસરાજે તેની ગર્લફ્રેન્ડ કોમલ સકલાની સાથે સગાઈ કરીને ચાહકોને મોટા સમાચાર આપ્યા છે.
‘બાબાજી’ના નામથી પ્રખ્યાત હંસરાજ રઘુવંશીએ પોતાની સગાઈની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તે મંગેતર કોમલ સકલાની સાથે સગાઈની રીંગ ફ્લોન્ટ કરતો જોવા મળે છે. બંને ડિઝાઇનર આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.
કહ્યું આખરે અમે સગાઈ કરી લીધી
હંસરાજ રઘુવંશીએ 25 માર્ચ 2023 ના રોજ કોમલ સાથે તેમની સગાઈની જાહેરાત કરી, તેમના ઇન્સ્ટા હેન્ડલ પરથી સંયુક્ત પોસ્ટમાં તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા. શેર કરેલા ફોટામાં, બંને તેમની સગાઈની વીંટી ફ્લોન્ટ કરતા જોવા મળે છે. આને શેર કરતા કપલે કેપ્શનમાં લખ્યું, “આખરે અમે સગાઈ કરી લીધી.”
ADVERTISEMENT
ઘણા સમયથી હતા રિલેશનશિપમાં
પ્રખ્યાત સિંગર હંસરાજ રઘુવંશી અને કોમલ સકલાણી ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. અને ઘણીવાર એકબીજા સાથે વીડિયો પણ બનાવી ચૂક્યા છે.
આ પણ વાંચો: ઓફિસમાં ખુરશીને લઈ બાબલ થતાં યુવકે ધરબી દીધી ગોળી, આરોપી ફરાર
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ
યુટ્યુબ પર હંસરાજની પોતાની ચેનલ છે, જેના 10.4 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. ત્યારે સમયે, તેના ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન ફોલોઅર્સ પણ છે. આના પરથી ગાયકની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT