દિલ્હીથી દોહા જતી indigo airline નું કરાચીમાં મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ, ફ્લાઇટમાં જ મુસાફરનું મોત
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં ફ્લાઈટ્સના ઈમરજન્સી લેન્ડિંગના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. indigo…
ADVERTISEMENT
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં ફ્લાઈટ્સના ઈમરજન્સી લેન્ડિંગના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. indigo airline ની દિલ્હી-દોહા ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. મેડિકલ ઈમરજન્સી બાદ ફ્લાઈટ નંબર 6E-1736ને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
ઈન્ડિગો એરલાઈન્સની દિલ્હી-દોહા ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું કે, મેડિકલ ઈમરજન્સીના કારણે દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. મેડિકલ ઈમરજન્સી બાદ ફ્લાઈટ નંબર 6E-1736ને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે દુર્ભાગ્યવશ પેસેન્જરને બચાવી શકાયો નથી.
એરપોર્ટની મેડિકલ ટીમે પેસેન્જરને મૃત જાહેર કર્યો હતો.એરલાઈને જણાવ્યું હતું કે અમે આ સમાચારથી ખૂબ જ દુઃખી છીએ અને અમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ મૃતક પેસેન્જરના પરિવાર અને પ્રિયજનો સાથે છે. હાલમાં, અમે ફ્લાઇટના અન્ય મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વ્યવસ્થા કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
આ પણ વાંચો: સમલૈંગિક લગ્નને કેન્દ્રનું રેડ સિગ્નલ, સુપ્રીમ કોર્ટમાં કહ્યું- આ ભારતીય ફેમિલી સિસ્ટમની વિરુદ્ધ છે
અગાઉ અમેરિકાથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટને સ્વીડનના સ્ટોકહોમમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઇટમાં 300 મુસાફરો સવાર હતા.ફ્લાઇટ યુએસના નેવાર્કથી દિલ્હી માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેકનિકલ ખામી સર્જાતા તેનું સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઈટના એન્જિન-2માં ઓઈલ ઝડપથી ઘટી રહ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે બીજા એન્જિનમાંથી ઓઈલ લીક થઈ રહ્યું હતું. એન્જિન ઓઈલ ઘટીને 8Qts થઈ ગયું હતું, ત્યારબાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT