શું માયાવતીને INDIA Allianceમાં જોડાવા તકની રાહ? કહ્યું-ક્યારે કોની જરૂર પડે તે કહી શકાય નહીં

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mayawati Advice : બસપાના વડા માયાવતી મહિનાઓથી કહી રહ્યા છે કે તેઓ 2024માં ‘એકલા ચલો’ના રસ્તે ચાલશે, પરંતુ આજે તેમના એક નિવેદનમાં વલણ બદલાતું જોવા મળ્યું છે અને નવા સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું કે, ક્યારે કોઈની જરૂર પડશે તે કહી શકાય નહીં. તેમના નિવેદનને INDIA ગઠબંધન માટે સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે કે, ભવિષ્યમાં જરૂર પડશે તો તે સાથે આવી શકે છે. તેમણે એસપીને સલાહ આપતાં આ ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, જે પાર્ટી INDIA Alliance મીટિંગમાં હાજર ન હતી તેની વાત ન કરવી જોઈએ.

શું માયાવતીએ INDIA Allianceમાં સામેલ થવાના આપ્યા સંકેત ?

મહાગઠબંધનની બેઠકમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે, કોંગ્રેસે બસપાને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. જો બસપા ગઠબંધનમાં આવશે તો સપાનું અસ્તિત્વ નહીં રહે. તેના પર કોંગ્રેસે કહ્યું કે, બસપાને સામેલ કરવામાં આવશે નહીં. માયાવતીએ એક નિવેદનમાં કહ્યું કે, BSP સહિતના પક્ષો જે વિપક્ષી ગઠબંધનમાં સામેલ નથી તેમના વિશે બિનજરૂરી ટિપ્પણી કરવી જોઇએ નહીં. મારી તેમને સલાહ છે કે તેઓ આને ટાળે, કારણ કે ભવિષ્યમાં કોને, દેશમાં કે જનહિતમાં તેની જરૂર પડી શકે છે તે કહી શકાય નહીં. BSP વડાએ કહ્યું કે, તે યોગ્ય નથી કે આવા લોકો અને પક્ષો જે ટિપ્પણી કરે છે તેમને પાછળથી ઘણી શરમનો સામનો કરવો પડે છે.

મિમિક્રી વિશે કરી આ વાત

માયાવતીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. માયાવતીએ સંસદ પરિસરમાં સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદો દ્વારા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મજાક ઉડાવવાના વીડિયોને શરમજનક ગણાવ્યો અને કહ્યું કે, સરકાર અને વિપક્ષ વચ્ચે જબરદસ્ત મતભેદ, તણાવ અને ઘર્ષણની ઘટનાઓ દેશની લોકશાહી અને સંસદીય પરંપરાઓને શરમજનક છે. તેમણે કહ્યું કે, આ જવાબદારી કોઈની નહીં પણ દરેકની છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT