Mathura: બાંકે બિહારી મંદિરમાં મોટી દુર્ઘટના, મંગળા આરતીમાં ભીડના કારણે 2 લોકોના મૃત્યુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: જન્માષ્ટમીના દિવસે જ્યાં આખો દેશ ભગવાન કૃષ્ણની પૂજામાં મગ્ન હતો હતો, ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં મોડી રાત્રે દર્શન કરવા ગયેલી ભીડમાં બે લોકો દટાયા હતા અને બંનેનું મૃત્યુ

મથુરાના વૃંદાવન બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન મંદિર પરિસરમાં ઘણા ભક્તો હાજર હતા. ભીડને કારણે લોકોની તબિયત લથડી હતી જેમાં એક મહિલા અને એક પુરૂષ ભક્તના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ છે, તેમની સારવાર ચાલી રહી છે.ઘટના સ્થળે ઉપસ્થિત લોકો અનુસાર, ભીડ એટલી મોટી હતી કે મંગળા આરતી દરમિયાન 50 થી વધુ લોકો બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટના અંગે SSP અભિષેક યાદવે જણાવ્યું કે ભીડ વધી જવાને કારણે આ અકસ્માત થયો છે. તેણે મૃતકોની ઓળખ નોઈડાની રહેવાસી નિર્મલા દેવી અને જબલપુર મૂળના વૃંદાવનના રહેવાસી રાજકુમાર તરીકે કરી છે.

VIP સુવિધા બની દુર્ઘટનાનું કારણ
મંદિરના સેવકોનો દાવો છે કે અધિકારીઓએ વીઆઈપીના નામે પોતાનો રુઆબ બતાવ્અયો અને પરિવારના સભ્યોને વિશેષ સુવિધાઓ આપી. ઘટના સ્થળે ઉપસ્થિત દર્શનથીના જણાવ્યા અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારી તેની માતાને લઈને આવ્યા હતા. મથુરા રિફાઈનરીના એક વરિષ્ઠ પોલીસ અધિકારી મંગળા આરતીમાં પરિવારના 7 સભ્યો સાથે હાજર રહ્યા હતા. સેવકોના જણાવ્યા અનુસાર અધિકારીઓના સંબંધીઓ ટેરેસ પર બનેલી બાલ્કનીમાંથી દર્શન કરી રહ્યા હતા. અધિકારીઓએ તેના પરિવારની સુરક્ષા માટે ઉપરના માળના દરવાજા બંધ કરી દીધા હતા. જેના કારણે લોકોને બચાવવામાં મુશ્કેલી પડી હતી.

ADVERTISEMENT

અધિકારીઓ પરિવારની સુરક્ષામાં વ્યસ્ત
લોકોના જણાવ્યા પ્રમાણે ડીએમ, એસએસપી, એસપી, જિલ્લા ન્યાયતંત્રના અધિકારીઓ પરિવાર સહિત વીઆઈપી દર્શનમાં વ્યસ્ત હતા. રાત્રે 2 વાગ્યે મંગળા આરતી શરૂ થાય તે પહેલા જ ભીડનું દબાણ વધવા લાગ્યું અને લોકો બેહોશ થવા લાગ્યા. પોલીસ-પ્રશાસને પહેલા પરિવારજનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

મથુરાના sspનું નિવેદન
મથુરાના એસએસપીના જણાવ્યા અનુસાર, બાંકે બિહારીમાં મંગળા આરતી દરમિયાન મંદિરના એક્ઝિટ ગેટ પર એક ભક્ત બેહોશ થઈ ગયો, જેના કારણે ભક્તોની અવરજવર પર રોક લાગી. ભીડ વધુ હતી, જેથી ગૂંગળામણને કારણે ઘણા લોકો કેમ્પસની અંદર ઘૂસી ગયા હતા અને બે લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ADVERTISEMENT

પૂર્વ તૈયારીનો હતો અભાવ
લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ વર્ષે અતિ આત્મવિશ્વાસ ધરાવતા વહીવટીતંત્રે જન્માષ્ટમીના આયોજન અંગે મંદિર સમિતિ સાથે કોઈ બેઠક યોજી ન હતી. પ્રશાસને મંગળા આરતીના પ્રસંગે થતી ભીડ અને તે મુજબની સાવચેતીભરી વ્યવસ્થાઓને હળવાશથી લીધી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT