મન કી બાત: વર્ષ 2023 સુધી ચાલશે આઝાદીનો અમૃત મહોત્સવ

ADVERTISEMENT

mann ki baat
mann ki baat
social share
google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેમણે અમૃત મહોત્સવની સાથે તિરંગા અભિયાન અંગે પણ ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું કે આઝાદીના આ મહિનામાં આપણા આખા દેશમાં, દરેક શહેરમાં, દરેક ગામમાં અમૃત મહોત્સવની અમૃત ધારા વહી રહી છે. અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસના આ ખાસ અવસર પર આપણે દેશની સામૂહિક શક્તિના દર્શન કર્યું. આટલો મોટો દેશ, આટલી વિવિધતાઓ, પરંતુ જ્યારે તિરંગો ફરકાવવાનો વારો આવ્યો ત્યારે બધા એક જ ભાવનાથી વહી રહ્યાં હોય તેવું લાગ્યું. તિરંગાના ગૌરવના પ્રથમ રક્ષક બનીને લોકો પોતે આગળ આવ્યા.

દૂરદર્શન જોવા કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના સંબોધનમાં દૂરદર્શન જોવા અપીલ કરી. કહ્યું કે, દૂરદર્શન પર દર રવિવારે રાત્રે 9 વાગે તેનું પ્રસારણ થાય છે, જે 75 અઠવાડિયા સુધી ચાલશે. સમય કાઢીને જાતે જુઓ અને તમારા ઘરના બાળકોને પણ બતાવો, જે આપણા દેશમાં આઝાદીના જન્મના મહાન નાયકો પ્રત્યે એક નવી જાગૃતિ પેદા કરશે.

ADVERTISEMENT

અમૃત સરોવરનું નિર્માણ જન આંદોલન બન્યું
‘મન કી બાત’માં જ ચાર મહિના પહેલા મેં અમૃત સરોવરની વાત કરી હતી. તે પછી, વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટીતંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક લોકો એકઠા થયા, અમૃત સરોવરનું નિર્માણ જોઈને એક જન આંદોલન બની ગયું છે.

ઓફિસને તિરંગા મય બની 
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ઓગસ્ટ મહિનામાં તમારા બધાના પત્રો, સંદેશાઓ અને કાર્ડ્સે મારી ઓફિસને  તિરંગા મય  બનાવી દીધી છે. મને ભાગ્યે જ એવો કોઈ પત્ર મળ્યો છે જેમાં તિરંગો ન હોય અથવા તિરંગા અને સ્વતંત્રતાનો ઉલ્લેખ ન હોય. અમૃત ઉત્સવ પર બાળકો અને યુવા મિત્રોએ સુંદર ચિત્રો અને કલાકૃતિઓ મોકલી છે.

ADVERTISEMENT

કુપોષણને દૂર કરવા સંગીતનો પણ ઉપયોગ કરી શકાય  
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમે કલ્પના કરી શકો છો, શું કુપોષણને દૂર કરવા માટે ગીત-સંગીત અને ભજનનો પણ ઉપયોગ કરી શકાય છે? મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં “મેરા બચા અભિયાન” દ્વારા તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત જિલ્લામાં ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોષણ ગુરુ તરીકે ઓળખાતા શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા. મટકાનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મહિલાઓ આંગણવાડી કેન્દ્રમાં મુઠ્ઠીભર અનાજ લાવે છે અને શનિવારે આ અનાજ સાથે ‘બાલભોજ’નું આયોજન કરવામાં આવે છે. આ સાથે આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની હાજરી વધવા સાથે કુપોષણમાં પણ ઘટાડો થયો છે.

ADVERTISEMENT

વિદેશમાં પણ અમૃત મહોત્સવ ઉજવાયો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમૃત મહોત્સવના રંગો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ જોવા મળ્યા હતા. બોત્સ્વાનામાં રહેતા એક સ્થાનિક ગીતકારે પણ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે 75 દેશભક્તિના ગીતો ગાયા હતા. ખાસ વાત એ છે કે આ ગીતો હિન્દી, પંજાબી, ગુજરાતી, બંગાળી, તમિલ અને બીજી ઘણી ભાષાઓમાં ગાવામાં આવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ 2023 સુધી ચાલુ રહેશે.

ખેડૂતોએ વધુને વધુ  બાજરાનું ઉત્પાદન કરવું જોઈએ
ભારત વિશ્વમાં બાજરીના સૌથી મોટા ઉત્પાદક દેશ છે, તેથી આ પહેલને સફળ બનાવવાની જવાબદારી પણ ભારતના લોકોના ખભા પર છે. આપણે બધાએ સાથે મળીને તેને એક જનઆંદોલન બનાવવું પડશે, અને દેશના લોકોમાં અનાજ વિશે જાગૃતિ પણ વધારવી પડશે. મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને મારી વિનંતી છે કે બાજરીને શક્ય તેટલું અપનાવો અને તેનો લાભ લો.

સંયુક્ત રાષ્ટ્રએ એક ઠરાવ પસાર કરીને વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કર્યું છે. તમને એ જાણીને પણ ખુશી થશે કે ભારતના આ પ્રસ્તાવને 70 થી વધુ દેશોનું સમર્થન મળ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં આ બરછટ અનાજ (બાજરા)નો ક્રેઝ વધી રહ્યો છે. બાજરી પ્રાચીન સમયથી આપણી ખેતી, સંસ્કૃતિ અને સભ્યતાનો એક ભાગ છે. આપણા વેદોમાં પણ બાજરીનો ઉલ્લેખ છે.

    follow whatsapp

    ADVERTISEMENT