દિલ્હીઃ મનીષ સિસોદિયાને ધનતેરસ પર મળી મોટી ખુશખબરી, દિવાળી પહેલા જઈ શકશે ઘરે
New Delhi: દિલ્હીની કોર્ટે તિહારમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને તેમની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી છે. રાઉઝ એવન્યુ કોર્ટે 11 નવેમ્બરે સવારે…
ADVERTISEMENT
New Delhi: દિલ્હીની કોર્ટે તિહારમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને તેમની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી છે. રાઉઝ એવન્યુ કોર્ટે 11 નવેમ્બરે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મળવાની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, મનીષ સિસોદિયાને આ પહેલા પણ તેમના પત્નીને મળવાની મંજૂરી આપવામાં આવી હતી.
કોર્ટમાં અરજી કરીને માંગવામાં આવી હતી પરવાનગી
મનીષ સિસોદિયાએ કોર્ટમાં એક અરજી કરીને તેમની બીમાર પત્નીને પાંચ દિવસ સુધી મળવાની પરવાનગી માંગી હતી. જેના પર આજે વિશેષ ન્યાયાધીશ એમ.કે નાગપાલે સુનાવણી કરી હતી અને 11 નવેમ્બરે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મળવાની મંજૂરી આપી છે.
Delhi | Rouse Avenue Court granted permission to former Deputy CM and AAP leader Manish Sisodia to meet his ailing wife tomorrow, 11th November from 10 AM to 4 PM.
(File photo) pic.twitter.com/RdpMPvh5Cj
— ANI (@ANI) November 10, 2023
ADVERTISEMENT
મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી છે મનીષ સિસોદિયા
કોર્ટ દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત CBI અને EDના કેસોની સુનાવણી કરી રહી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સીબીઆઈની સાથે-સાથે મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી છે. બંને કેસમાં મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
9 માર્ચે કરવામાં આવી હતી ધરપકડ
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. જ્યારે હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટે પણ જામીન અરજી રદ્દ કરી હતી. દારૂ કૌભાંડ કેસમાં EDએ 9 માર્ચે મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પહેલા સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT