પૂજાના બહાને મદારી પાસેથી ઝેરી સાપ લાવીને પત્ની-દીકરીને ડંખ મરાવ્યો, દોઢ મહિને આ રીતે પકડાયો હત્યારો પતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઓડિશાના ગંજમ જિલ્લામાંથી એક હચમચાવી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 25 વર્ષીય યુવકે મદારી પાસેથી ઝેરી સાપ લાવીને પત્ની અને દીકરીને ડંખ મરાવીને હત્યા કરી નાખી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ આવું શા માટે કર્યું તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના ગંજમ જિલ્લાના કબીસૂર્યનગર વિસ્તારમાં બની હતી. સાપ કરડવાથી માં-દીકરીના મોત થયા હતા. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ ગણેશ પાત્રા તરીકે થઈ છે.

ગણેશ કન્સ્ટ્રક્શન કંપનીમાં કરતો કામ

મળતી માહિતી મુજબ, ગણેશ હિમાચલ પ્રદેશમાં એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો હતો. તે ચાર મહિના પહેલા રજા પર તેના ગામ આવ્યો હતો અને પછી તે નોકરી માટે પરત ગયો નહોતો. 6 ઓક્ટોબરની રાત્રે તેની પત્ની બસંતી પાત્રા દીકરી સાથે અલગ રૂમમાં સૂતી હતી. 7 ઓક્ટોબરની સવારે ગણેશે તેના પડોશીઓને ફોન કરીને જણાવ્યું હતું કે એક સાપ તેના ઘરમાં ઘૂસી ગયો છે અને તેણે પત્ની અને દીકરીને ડંખ માર્યો છે. ગ્રામજનોએ સાપને મારી નાખ્યો અને મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

પોલીસે આ રીતે થયો શક

ગણેશની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી. કબીસૂર્યનગર પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રવત કુમાર સાહુએ જણાવ્યું કે, બંસતીના પિતા કે જેઓ તે જ ગામમાં રહે છે, તેમણે 12 ઓક્ટોબરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ આરોપ લગાવ્યો હતો કે તેમની દીકરીને ગણેશે સાપ દ્વાર ડંખ મરાવીને મારી નાખી. આ વચ્ચે અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ મળ્યો, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે માતા-દીકરીનું મૃત્યુ સાપ કરડવાથી થયું હતું. 6 ઓક્ટોબરની મોડી રાત્રે માતા-દીકરીને સાપ કરડ્યો હતો. બંનેને ડંખ માર્યાના કેટલાક કલાકો બાદ સવાર સુધી સાપ એક જ રૂમમાં કેવી રીતે રહી શકે તે જોતાં અમને શંકા જાગી હતી.

ADVERTISEMENT

મદારી પાસેથી લાવ્યો હતો સાપ

પોલીસે બાદમાં નવેસરથી તપાસ શરૂ કરી અને ગણેશની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું. પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રવત કુમાર સાહુએ જણાવ્યું કે, અમે વિસ્તારના કેટલાય મદારીઓની પૂછપરછ કરી અને જેમાં અમને ચોંકવનારી વિગતો મળી. અમને જણવા મળ્યું કે ગણેશ 6 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે કોઈ વિશેષ પૂજા વિધિ કરવાના બહાને એક મદારી પાસેથી ઝેરી સાપ લાવ્યો હતો. બાદમાં તેણે સાપને તે રૂમમાં છોડી દીધો જ્યાં માતા અને પુત્રી સૂતા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT