ઓફિસમાં ખુરશીને લઈ બાબલ થતાં યુવકે ધરબી દીધી ગોળી, આરોપી ફરાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ગુરુગ્રામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓફિસના સાથીદારે સેક્ટર-44માં આવેલી રમાદા હોટલની સામે યુવકને ગોળી મારી હતી. પીડિત અને આરોપી વચ્ચે ઓફિસમાં ખુરશીને લઈને ઝઘડો થયો હતો.

ગુરુગ્રામના સેક્ટર-44 સ્થિત રમાદા હોટલની સામે બુધવારે બપોરે ત્રણ-ચાર છોકરાઓએ એક યુવકને ગોળી મારીને ભાગી ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ ઘાયલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. માહિતીમાં જાણવા મળ્યું છે કે પીડિતાનો એક નાણાકીય કંપનીની ઓફિસમાં ખુરશીને લઈને તેના સહકર્મચારી સાથે ઝઘડો થયો હતો.

માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાંચ ડોગ સ્કવોડ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે સેક્ટર-40 પોલીસ સ્ટેશન તપાસ ચલાવી રહી છે. પોલીસે આરોપીની શોધમાં હિસારમાં દરોડા પાડ્યા હતા. ગોળી મારનારા આરોપીઓ હિસારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

છાતીમાં વાગી ગોળી
ગુરુગ્રામના સેક્ટર-9માં રહેતો 22 વર્ષીય વિશાલ પૈસા બજાર ડોટ કંપનીમાં કામ કરે છે. બુધવારે બપોરે 12 વાગ્યાના સુમારે તેઓ પગપાળા કંપની તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ત્રણ-ચાર લોકોએ તેના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલા દરમિયાન વિશાલને છાતીમાં ગોળી વાગી હતી.

ખુરશીને લઈને લઈ થઈ હતી બબાલ
પ્રાથમિક તપાસમાં પોતાના નિવેદનમાં વિશાલે કહ્યું કે મંગળવારે ઓફિસની ખુરશીને લઈને તેના સાથી અમન જાંગરા સાથે તેની દલીલ થઈ હતી. બુધવારે ફરી તેમની વચ્ચે આ જ મુદ્દે બોલાચાલી થઈ હતી, જે બાદ તેઓ ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. વિશાલે આરોપ લગાવ્યો કે જ્યારે તે રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે અમન અને તેના સાથીઓ પાછળથી આવ્યા અને તેના પર ફાયરિંગ કર્યું. ગોળીબાર કર્યા બાદ આરોપી ભાગી ગયો હતો.

ADVERTISEMENT

આરોપીઓની ધરપકડ કરવામાં આવશે
આ ઘટનાને લઈ ડીસીપી ઈસ્ટ વીરેન્દ્ર વિજએ જણાવ્યું હતું કે, આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. જ્યારે ખુરશીને લઈને ઝઘડો થયો હતો તે દિવસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT