VIDEO: કમરતોડ રસ્તાથી કંટાળેલો યુવક ખાડામાં બેસી ધારાસભ્યની સામે યોગ કર્યા, કપડાં પણ ધોયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કેરળ: મલપ્પુરમનો એક વીડિયો હાલમાં વાઈરલ થયો છે. જેમાં એક વ્યક્તિ વરસાદના કારણે રસ્તા પર પડેલા ખાડાઓ પર અધિકારીઓનું ધ્યાન દોરવા માટે અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. આ વ્યક્તિ રસ્તા વચ્ચે ગંદા પાણીમાં બેસી ગયો અને તેમાં જ સ્નાન કર્યું. સાથે જ તેણે ગંદા પાણીથી પોતાના કપડા પણ ધોયા. આ દરમિયાન ત્યાંથી પસાર થનારા લોકો પણ જોતા રહ્યા.

ધારાસભ્યની સામે યોગ કરવા લાગ્યો
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યુવક એક ખાડામાં બેસે છે. આ દરમિયાન જ સ્થાનિક ધારાસભ્ય ત્યાંથી કારમાં પસાર થાય છે. ધારાસભ્યએ યુવકને જોતા જ તેની સાથે વાત કરવા માટે કાર પરથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન યુવકે વાત કરવાની ના પાડી દીધી. પોતાના પ્રતિકાત્મક વિરોધ નોંધાવવા માટે તે ધારાસભ્યની સામે જ યોગની મુદ્રામાં ઊભા રહી ગયો. પછી રસ્તા પર જ ગંદા પાણીમાં ખાડામાં નાહવા લાગ્યો. આ બા તેણે ગંદા પાણીમાં કપડા પણ ધોયા.

ADVERTISEMENT

કેરળમાં ખાડાના કારણે 52 વર્ષના યુવકનું મોત
કેરળમાં ખાડાના કારમે એક 52 વર્ષના વ્યક્તિનું મોત થઈ ગયું. વરસાદથી રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. યુવકનું કહેવું છે કે, તેનો હેતુ અલગ-અલગ રીતથી વિરોધ પ્રદર્શન કરવાનો છે. જેનાથી તે સચ્ચાઈને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી શકે. 10 જેટલા લોકોએ મલપ્પુરમના જુદા જુદા ભાગોમાં આ જ પ્રકારે વિરોધ પ્રદર્શનની યોજના બનાવી છે.

કેરળ હાઈકોર્ટનો અઠવાડિયામાં રસ્તાનું કામ પૂરું કરવા આદેશ
કેરળના હાઈકોર્ટે પણ NHAIને રાજ્યના તમામ રસ્તાની દેખરેખ માટેનું કામ એક જ અઠવાડિયામાં પૂરું કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તમામ જિલ્લા કલેક્ટરોને રસ્તા પરના ખાડા માટે જવાબદાર એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT