તાંત્રિક, ભાભી અને લવ સ્ટોરી… બંનેનો ‘ખેલ’ પકડનારા દિયરે ગુમાવવો પડ્યો જીવ
Crime News: યુપીના બાંદામાં એક યુવકે તેની ભાભી પર દ્વારા લગાવાયેલા બળાત્કારના આરોપથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી. પરિવારજનોએ જણાવ્યું કે, તેમની પુત્રવધુનું એક તાંત્રિક…
ADVERTISEMENT
Crime News: યુપીના બાંદામાં એક યુવકે તેની ભાભી પર દ્વારા લગાવાયેલા બળાત્કારના આરોપથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી. પરિવારજનોએ જણાવ્યું કે, તેમની પુત્રવધુનું એક તાંત્રિક સાથે અફેર હતું. તે તાંત્રિક તેના ઘરે અવારનવાર આવતો હતો. પરિવારજનોને તેના ઘરે આવવા સામે વાંધો હતો. આમ છતાં પુત્રવધુ તાંત્રિકને ઘરે બોલાવતી રહી.
તાંત્રિક-ભાભીના સંબંધનો વિરોધ કરતા કર્યો ખોટો કેસ
પરિવારજનોએ જણાવ્યું હતું કે, જ્યારે અમારા નાના પુત્રએ આનો વિરોધ કર્યો ત્યારે પુત્રવધૂએ તેની સામે પોલીસ સ્ટેશનમાં એક નહીં પરંતુ બે-ત્રણ વખત બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. તેના પરના આ ખોટા આરોપોથી કંટાળીને અમારા પુત્રએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી.
યુવકે ઝેરી દવા પીને કર્યો આપઘાત
મામલો અટારા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. રવિવારે અહીં રહેતો એક યુવક મજૂરી કામના બહાને ઘરની બહાર આવ્યો હતો અને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેને રસ્તા પર બેભાન પડેલો જોઈને લોકોએ તેના પરિવારને જાણ કરી. પરિવારજનો યુવકને મેડિકલ કોલેજ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો તો પરિવારજનોએ તેમની વહુ પર આરોપ લગાવ્યો. જેના કારણે તેમના પુત્રએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. તે અને તેનો તાંત્રિક પ્રેમી તેમના પુત્રને હેરાન કરતા હતા. તેઓ તેના પર બળાત્કારનો ખોટો આરોપ લગાવતા હતા. તેઓ વારંવાર બળાત્કારની ખોટી ફરિયાદ આપીને પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવતા હતા. હાલ પોલીસે મૃતકની ભાભીની ધરપકડ કરી લીધી છે. તેમજ આરોપી તાંત્રિકની શોધખોળ ચાલી રહી છે.
તાંત્રિક અને મહિલાની પ્રેમ કહાની કેવી રીતે શરૂ થઈ?
પરિવારજનોએ જણાવ્યું કે, તેમની પુત્રવધૂના પેટમાં ગઠ્ઠો હતો. એક તાંત્રિકે તેની સારવાર કરી. આ પછી તે તેમના ઘરે આવવા લાગ્યો. ઘણી વખત તે તેમના ઘરે રોકાતો. જ્યારે નાના પુત્રએ આનો વિરોધ કર્યો તો પુત્રવધૂએ તેની સાથે મારપીટ શરૂ કરી. ત્યારબાદ તેની સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે પણ બે-ત્રણ વાર. તાંત્રિકની સાથે વહુએ પણ તેને ધમકાવવાનું શરૂ કર્યું. જેનાથી કંટાળીને યુવકે આપઘાત કરી લીધો હતો.
ADVERTISEMENT
ડીએસપી ઝિયાઉદ્દીન અહેમદે જણાવ્યું કે, આરોપી ભાભી પોલીસની કસ્ટડીમાં છે. તેની પૂછપરછ ચાલી રહી છે. દરમિયાન તેનો તાંત્રિક પ્રેમી હજુ ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT