17 વર્ષથી મોત સામે લડતા યુવક માટે સરકાર, હોસ્પિટલ અને સમાજ એક થયો, આખરે જિંદગીની જીત થઈ
નરેન્દ્ર પેપરવાલા/છોટાઉદેપુર: છોટાઉદેપુરના નસવાડીમાં રહેનારા મુસ્લિમ યુવક વસીમ મેનન જે કપડાનો નાનો એવો વેપારી છે તે 18 વર્ષનો હતો ત્યારે વોલીબોલ રમી રહ્યો હતો. આ…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/છોટાઉદેપુર: છોટાઉદેપુરના નસવાડીમાં રહેનારા મુસ્લિમ યુવક વસીમ મેનન જે કપડાનો નાનો એવો વેપારી છે તે 18 વર્ષનો હતો ત્યારે વોલીબોલ રમી રહ્યો હતો. આ દરમિયાન પડી જતા ડોક્ટર પાસે તપાસ કરાવી હતી. જેમાં તેને હૃદયમાં પ્રોબ્લેમ હોવાનું સામે આવ્યું. વસીમના હ્રદયના વાલ વધારે પહોળા હતા. હાર્ટની બીમારીના કારણે તેણે લગ્ન પણ ન કર્યા અને હવે તેની ઉંમર 35 વર્ષની થઈ ચૂકી છે અને તેને હ્રદયની પીડા વધતા તેના જીવતા રહેવાની પણ પરિવારને આશા નહોતી.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે 25 લાખની જરૂર હતી
ગત ઓગસ્ટ મહિનામાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ બચવાનો કોઈ રસ્તો નહોતો. કારણ કે વસીમનું હાર્ટ ખરાબ થઈ ચૂક્યું હતું. એવામાં વસીમના ભાઈ તેને લઈને સુરતની પ્રાઈવેટ હોસ્પિટલમાં ગયા, જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, પરંતુ ખર્ચ 25 લાખ રૂપિયા જેટલો હતો. જોકે પરિવાર ગરીબ હોવાથી આટલા પૈસા આપી શકે તેમ નહોતો. એવામાં તેમણે સ્થાનિક ધારાસભ્ય અભેસિંહ તડવી અને સાંસદ ગીતા રાઠવા સાથે વાત કરી. તેમણે પીએમ કેર ફંડ અને સી.એમ કેર ફંડમાંથી કુલ 9.66 લાખ રૂપિયાની મદદ કરી અને સુરતની પ્રાઈવેટ હોસ્પિટલે પણ રૂ.8 લાખની મદદ કરી અને થોડી મદદ મેમણ સમાજે કરી.
ADVERTISEMENT
પુણેના યુવકનું હ્રદય યુવકમાં ધબકતું થયું
પુણેના એક રીક્ષા ચાલકનું અકસ્માતમાં બ્રેઈન હેમરેજ થતા તેણે ઓર્ગન ડોનેટ કર્યા હતા. જેથી ગ્રીન કોરિડોર બનાવીને પુણેના રીક્ષા ચાલકનું હાર્ટ 120 મિનિટમાં જ સુરત લાવવામાં આવ્યું અને નસીમમાં આ હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આમ હવે નસીમને નવી જિંદગી મળી ગઈ છે. છેલ્લા 17 વર્ષથી હાર્ટની બીમારીથી પીડાતા વસીમને આખરે નવી જિંગદી મળતા પરિવારજનો પણ ખૂબ ખુશ છે અને પરિવાર સ્થાનિક હોસ્પિટલ તથા સરકારનો આ મામલે મદદ ખૂબ આભાર માની રહ્યો છે.
બીમારીના કારણે લગ્ન નહોતા કર્યા
વસીમના ભાઈનું કહેવું છે કે, મારા ભાઈની હાલત એટલી ખરાબ હતી કે અમે તેના લગ્ન પણ નહોતા કરાવ્યા. મારા ભાઈને સરકાર અને પ્રાઈવેટ હોસ્પિટલની સારી મદદ મળી, આજે મારો ભાઈ જીવે છે આ માટે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.
ADVERTISEMENT
ADVERTISEMENT