ઓનલાઈન શોપિંગમાં વધુ એક ફ્રોડ: યુવકે ઓનલાઈન ડ્રોન મગાવ્યું, બોક્સ ખોલતા જ ચોંકી ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ફેસ્ટિવલ સેલ દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓ સામાનની ખરીદી પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે અને લોકો ખૂબ ખરીદી કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે એવા મામલા સામે આવ્યા છે, જેમાં ગ્રાહકોને ઓર્ડરની જગ્યાએ બીજી જ કોઈ વસ્તુ બોક્સમાંથી મળી રહી છે. હાલમાં જ Meesho પરથી ડ્રોન ઓર્ડર કરનારા ગ્રાહકને બોક્સમાં બટેટા મળ્યા.

યુવકે Meeshoમાંથી ઓનલાઈન શોપિંગ કરી હતી
હાલમાં જ ફ્લિપકાર્ટ પર લેપટોપ ઓર્ડર કરનારા એક ગ્રાહકને બોક્સમાંથી ઘડી સાબુ મળ્યા હતા. આ મામલા વચ્ચે હવે બિહારમાં એક વ્યક્તિએ મીશો એપ પરથી DJI ડ્રોન ઓનલાઈન ઓર્ડર કર્યું હતું. ઓર્ડર સફળ થયા બાદ ડિલિવરી બોય પેકેટ લઈને તેના ઘરે પહોંચ્યો. પરંતુ જ્યારે તેણે પેકેટ ખોલ્યું તો તેમાં ડ્રોનની જગ્યાએ લગભગ 1 કિલો બટેટા નીકળ્યા. ગ્રાહકે બોક્સના અનપેકિંગનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પબ્લિશ કરી દીધો.

 

ADVERTISEMENT

બોક્સમાંથી 10 બટાટા નીકળ્યા
ઈન્ડિયા ટુડેની રિપોર્ટ મુજબ, બિહારમાં નાલંદા પરવલપુરના રહેનારા વેપારી ચેતન કુમાર સાથે આ ફ્રોડ થયું છે. વાયરલ વીડિયોની વાત કરીએ તો તેમાં ગ્રાહક મીશો ડિલિવરી એક્ઝિક્યુટીવને પાર્સલ રિસીવ કરતા સમયે અનબોક્સ કરવા માટે કહે છે. ડિલિવરી બોય પાર્સલ ખોલે છે તો તેમાં Drone કેમેરાની જગ્યાએ 10 બટેટા દેખાય છે.

ADVERTISEMENT

લોકોએ ડિલિવરી એક્ઝિક્યુટિવને ઘેરી લીધો
રિપોર્ટ મુજબ, ચેતન કુમારે ઓર્ડર કરેલા ડ્રોનનું પેમેન્ટ ઓનલાઈન કર્યું હતું. ડ્રોનના પેકેટમાં બટાટા નિકળ્યા બાદ તેની ડિલિવરી કરવા આવેલા મીશો એક્ઝિક્યુટિવને સ્થાનિક લોકોએ ઘેરી લીધો, જે વીડિયોમાં દેખાઈ રહ્યો છે. ડિલિવરી એક્ઝિક્યુટિવનો દાવો છે કે તેમાં તેની કોઈ ભૂમિકા નથી, પરંતુ મીશો આ ફ્રોડમાં સામેલ છે. પોલીસને આ મામલે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી, આથી તેમનું કહેવું છે કે અરજી મળ્યા બાદ આ મામલે તેઓ યોગ્ય કાર્યવાહી કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT