છોકરી જોવા આવેલો યુવક તેની માતાને દિલ આપી બેઠો, બંનેએ એવો કાંડ કર્યો કે હવે આખો પરિવાર શોધી રહ્યો છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળના માલદામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક લગ્ન માટે યુવતીને જોવા ગયો હતો. જ્યાં તેને ખૂબ સારી રીતે આગતા સ્વાગતા કરવામાં આવી. પરંતુ, યુવકને છોકરી પસંદ ન આવી અને તેનું ધ્યાન રાખનારી છોકરીની માતા પર દિલ આવી ગયું. બાદમાં તે છોકરીની માતા સાથે ભાગી ગયો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધીને મહિલાની શોધખોળ શરૂ કરી છે.

પરિણીત મહિલા 25 માર્ચે ફરાર થઈ
આ ઘટના 25 માર્ચે માલદાના ગજોલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કરકચ પંચાયતના ઇચાહર ગામમાં બની હતી. મહિલાના પતિ ગજોલે તેની પત્નીની ઘણી જગ્યાએ શોધખોળ કરી હતી. જો કે હજુ સુધી તે મળી આવી નથી. ગજોલ કહે છે કે તેની પુત્રી લગ્નને લાયક છે. હું તેના માટે વર શોધી રહ્યો હતો. 25 માર્ચે એક યુવક તેની પુત્રીને જોવા આવ્યો હતો. જોકે, તે મારી પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. જેમ જેમ સમય વિતી રહ્યો છે તેમ તેમ ચિંતા વધી રહી છે. છોકરીની માતા વિશે કોઈ જાણકારી મળી રહી નથી.

ત્રણ બાળકોને છોડીને ભાગી મહિલા
પરિવારજનોનું કહેવું છે કે મહિલા તેના ત્રણ બાળકોને છોડીને દીકરીને જોવા આવેલા યુવક સાથે ભાગી ગઈ. આ ઘટના બાદ સમગ્ર પરિવાર આઘાતમાં છે. આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગજોલ તેની પત્નીના ફોટા સાથે અહીં-તહીં ભટકી રહ્યો છે.

ADVERTISEMENT

પોલીસ મહિલાને શોધવામાં લાગી
મહિલાને શોધવામાં લાગેલી પોલીસનું કહેવું છે કે એક વ્યક્તિએ તેની પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાને શોધવાના પ્રયાસો ચાલું છે. સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે. ટૂંક સમયમાં મહિલાની શોધખોળ કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT