લુણાવાડાઃ ગણતરીના કલાકોમાં જ ચીલ્ડ્રન હોમથી ગુમ બન્ને બાળાઓને પોલીસે શોધી કાઢી
વીરેન જોશી.મહિસાગરઃ મહિસાગર જિલ્લા મથક લુણાવાડામાં આવેલ ચીલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી સગીરવયની બે બાળાઓ ગુમ થતાં ચકચાર મચી જવા પામી હતી અને જે બાબતે પ્રોબેશન…
ADVERTISEMENT
વીરેન જોશી.મહિસાગરઃ મહિસાગર જિલ્લા મથક લુણાવાડામાં આવેલ ચીલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી સગીરવયની બે બાળાઓ ગુમ થતાં ચકચાર મચી જવા પામી હતી અને જે બાબતે પ્રોબેશન ઓફિસરે લુણાવાડા પોલીસ મથકે કોઇ અજાણ્યા ઇસમે સંસ્થામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલી સગીરાઓને હેમખેમ શોધી કાઢી હતી.
મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાઓ ભાગી ગઈ કે અપહરણ થયાની ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મહિસાગરના પ્રોબેશન ઓફિસર દ્વારા લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગે મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શનમાં લુણાવાડા પોલીસે ટીમો બનાવી ત્વરિત એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી અને ઝાલોદ અને પાવાગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. ઝાલોદ પોલીસ દ્વારા સગીરાઓ મળી ગઈ હોવાની જાણ કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાઓને હેમખેમ શોધી કાઢી પરત લાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કારનો દરવાજો ખોલવા જતા યુવાન ફેંકાયો દસ ફૂટ દૂરઃ મહેમદાવાદના CCTV જોઈ લેજો
શું હતો મામલો?
મહિસાગર જિલ્લા મથક લુણાવાડામાં આવેલા ચીલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના પ્રોબેશન ઓફિસર શિલ્પા જોષીએ લુણાવાડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર મહિસાગર જિલ્લામાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થામાં અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં છોકરીઓને અહીં મુકતા હોય છે. જેમાં રાત્રિના ગૃહમાતાએ પ્રોબેશન ઓફિસરને મોબાઈલ ફોન કરી જણાવ્યું હતું કે ઝાલોદ પોલીસ મથકની તેમજ પાવાગઢ પોલીસ મથકની પોકસો એક્ટ હેઠળની ભોગ બનનાર સગીર વયની બે બાળાઓ બંને સંસ્થામાં જોવા મળતી નથી. જેની જાણ થતાં સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવી નીનામાને કરી હતી અને સાથી કર્મચારીઓ સાથે શોધખોળ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં બે સગીર વયની બાળાઓ ન મળી આવતા લુણાવાડા પોલીસ મથકે અજાણ્યા ઇસમે સંસ્થામાંથી લલચાવી ફોસલાવી કે કોઇપણ કારણસર અપહરણ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
લુણાવાડા પીઆઇ ધેનુ ઠાકરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાતા જ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શનમાં લુણાવાડા પોલીસે ટીમો બનાવી ત્વરિત એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકમાં બને બળાઓને શોધી કાઢી સહીસલામત લઈ આવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT