ગર્લફ્રેન્ડને જંગલમાં લઈ જઈ આપ્યું દર્દનાક મોત, 10 વર્ષથી હતો રિલેશન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભીલવાડા: રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાંથી હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં બનેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીત પ્રેમિકાથી છૂટકારો મેળવવા પ્રેમીએ તેની હત્યા કરી નાખી. મામલાની માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા હતા. આ સાથે આરોપીની ધરપકડ કરીને મામલાનો ખુલાસો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે બંને વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. તેનાથી છુટકારો મેળવવા માટે આરોપી યુવતીની જંગલમાં હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.

દેવગઢની રહેવાસી 42 વર્ષીય પરિણીત મહિલા પ્રેમલતા અને દોલતસિંહ રાજપૂત વચ્ચે 10 વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. બંને એક જ ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા હતા. દોલતને દારૂની લત છે. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો.આ કારણોસર, તે તેની ગર્લફ્રેન્ડથી છૂટકારો મેળવવા માંગતો હતો. આ માટે તેણે ભયંકર પ્લાન ઘડ્યો હતો અને શુક્રવારે રાત્રે તેને બાઇક પર લઈ જવાના બહાને માનપુરાની ટેકરીઓ પર લઈ ગયો હતો. ત્યાં તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ પછી ઓળખ છૂપાવવા માટે મોઢાને પથ્થરથી કચડીને ભાગી ગયો હતો.

આરોપીએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ્યો હતો
આ પછી પોલીસને ઘટનાની જાણકારી મળી. પુરાવા એકત્ર કરવાની સાથે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. દરમિયાન તપાસ દરમિયાન પોલીસને દોલત પર શંકા ગઈ હતી. આ અંગે બાંદેરા પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેન્દ્ર ટાડાએ જણાવ્યું કે શંકાના આધારે તેની શોધ કરવામાં આવી રહી હતી. પરંતુ, તે ઘરમાં મળી આવ્યો ન હતો.ત્યારે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને કોલ ડિટેઈલ કાઢવામાં આવી હતી. આ સાથે બાતમીદાર પણ ગોઠવવામાં આવ્યા. આ સમય દરમિયાન દોલતસિંહ પર શંકા વધુ ઘેરી બની. દોલતસિંહને શોધવા માટે 1 ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પછી તેની પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનો કબૂલી લીધો હતો.

ADVERTISEMENT

બાઇક પર ટેકરીઓ પર લઈ ગયો
આરોપીએ પોલીસને જણાવ્યું કે તે નશાનો બંધાણી છે. આ મુદ્દે રોજ ઝઘડો થતો હતો. તે પ્રેમલતાથી છુટકારો મેળવવા માંગતો હતો. 22 જૂને સાંજે તેને રાઈડ પર લઈ જવાના બહાને તેને બાઇક પર પહાડીઓ પર લઈ ગયો હતો, જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT