લોકસભામાં હુમલા બાદ વિઝિટર્સ પાસને લઈ મોટો નિર્ણય, હવે સામાન્ય લોકો માટે પ્રવેશ બંધ
Security Breach in Parliament : 22 વર્ષ બાદ આજે એટલે કે 13 ડિસેમ્બરે સંસદમાં સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. 2001 બાદ 2023માં આ જ તારીખે…
ADVERTISEMENT
Security Breach in Parliament : 22 વર્ષ બાદ આજે એટલે કે 13 ડિસેમ્બરે સંસદમાં સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. 2001 બાદ 2023માં આ જ તારીખે 13 ડિસેમ્બરે બે યુવકો અચાનક લોકસભાના ઓડિટોરિયમમાંથી કૂદીને સાંસદોની બેઠક સુધી પહોંચ્યા હતા. જેના કારણે હોબાળો મચી ગયો હતો. તે જ સમયે, યુવાનોએ તેમના શૂઝમાંથી કલર સ્મોક સ્પ્રે કાઢીને ચારેબાજુ છાંટ્યા હતા. જે બાદ લોકસભામાં સર્વત્ર પીળો ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના લઈને સુરક્ષાને પગલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.સંસદ સચિવાલયે આગામી આદેશ સુધી હવે વિઝિટર પાસ અને ઈ-પાસ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આદેશ આપતા આ વત જણાવી હતી.તેમણે સુરક્ષાને ધ્યાનમાં રાખી એક બેઠક પણ બોલાવી હતી.
સંસદમાં પ્રવેશ પાસ કોણ આપે છે?
જો સાંસદ દ્વારા પાસ જારી કરવામાં આવે છે, તો સંસદમાં તૈનાત સુરક્ષા અધિકારીઓ પહેલા તે તમામ મુલાકાતીઓને સંસદ ભવનના હોલમાં લઈ જાય છે. આ એ જ દર્શકો છે જેમને VIP પાસ મળ્યા છે. આ દર્શકોને માત્ર રાજ્યસભાની અંદરની લોબી જ જોવાની છૂટ છે. જ્યારે લોકસભામાં અંદરની લોબી અને સેન્ટ્રલ હોલ બંને જોવાની પરવાનગી આપવામાં આવે છે. અહીં જતા પહેલા તમામ દર્શકોની સંપૂર્ણ સુરક્ષા તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેમને પ્રવેશ મળે છે. સામાન્ય રીતે જ્યારે સંસદની કાર્યવાહી ચાલુ હોય ત્યારે જલ્દી પાસ આપવામાં આવતો નથી. પરંતુ જો સાંસદ દ્વારા પાસ જારી કરવામાં આવે તો તેને પ્રવેશ મળે છે.
સંસદની કાર્યવાહી માત્ર એક કલાક જ જોઈ શકાય છે
વિશેષ પાસ મેળવનાર લોકોને સંસદની અંદર માત્ર 1 કલાક માટે લાઈવ કાર્યવાહી જોવાની છૂટ છે. આ સ્પેશિયલ પાસની વેલિડિટી પણ માત્ર 1 કલાકની છે. વ્યુઇંગ ગેલેરીમાં આવતા લોકોએ 1 કલાક પછી તરત જ જગ્યા ખાલી કરવી પડે છે. બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભા માટે અલગ-અલગ રંગીન પાસ જારી કરવામાં આવે છે. લોકસભા માટે ગ્રીન પાસ. જ્યારે રાજ્યસભા માટે પાસ મરૂન કલરનો છે. અહીં મુલાકાત લેવા માટે તે સામાન્ય રીતે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી જ ખુલ્લું રહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT