Adani Groupની કંપનીઓમાં LICએ કર્યું હતું મોટું રોકાણ, બે દિવસમાં 18 હજાર કરોડ ડૂબ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: Adani Groupના શેરોમાં આવેલા ઘટાડાએ રોકાણકારોના પોર્ટફોલિયોમાં પણ ભારે નુકસાન કર્યું છે. દેશની સૌથી મોટી ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર ભારતીય જીવન વીમા નિગમને પણ અદાણી ગ્રુપમાં રોકાણ કરેલું છે. અદાણી ગ્રુપના શેરોમાં LICનું સંયુક્ત રોકાણ 27 જાન્યુઆરીએ ઘટીને 62,621 કરોડ રૂપિયા થઈ ગયું. 24 જાન્યુઆરી 2023 સુધી આ 81,268 કરોડ રૂપિયા હતા એટલે કે બે દિવસમાં જ LICને 18,647 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

LICને કઈ કંપનીમાં કેટલું નુકસાન?
24 જાન્યુઆરીથી અદાણી ટોટલ ગેસમાં LICના કુલ રોકાણમાં 6,237 કરોડ રૂપિયાનો ઘડાટો નોંધાયો છે. આ બાદ અદાણી એન્ટરપ્રાઈઝેઝમાં 3279 કરોડ, અદાણી પોર્ટ્સમાં 3205 કરોડ, અદાણી ટ્રાન્સમિસનમાં 3036 કરોડ, અંબુજા સીમેન્ટ્સમાં 1474 કરોડ, અદાણી ગ્રીન એનર્જીમાં 871 કરોડ અને ACCમાં LICના રોકાણમાં કુલ 544 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

કેટલી છે હિસ્સેદારી?
Ace ઈક્વિટી પાસે ઉપલબ્ધ ડેટાથી જાણવા મળ્યું છે કે 31 ડિસેમ્બર 2022 સુધી LIC પાસે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને હાલમાં જ અધિગ્રહણ કરેલા અંબુજા સીમેન્ટ્સ અને ACCમાં એક 1 ટકાથી વધારે હિસ્સેદારી છે. આ કંપનીઓના શેર પાછલા બે દિવસોમાં 19થી 27 ટકા ઘટી ગયા છે.

ADVERTISEMENT

કંપનીઓની ઓવરવેલ્યૂ હોવાનો દાવો
અમેરિકન કંપની હિંડનબર્ગની રિસર્ચની એક રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપની 7 મુખ્ય લિસ્ટેડ કંપનીઓ 85 ટકાથી વધારે ઓવરવેલ્યૂ છે. આ વચ્ચે અદાણી ગ્રુપના CFO, જુગશિંદર સિંહે એક નિવેદનમાં કહ્યું કે, રિપોર્ટ નિરાધાર છે અને ગ્રુપને બદનામ કરવાની દુર્ભાવનાથી પ્રેરીત છે. આ રિપોર્ટમાં ઘણી બધી વાતો ખોટી કહેવામાં આવી છે, જેનો કોઈ આધાર નથી.

    follow whatsapp

    ADVERTISEMENT