લોરેન્સ બિશ્નોઇ ગેંગે સુક્ખા દુનેકે હત્યાની જવાબદારી લીધી, બચેલા ખાલિસ્તાનીઓનો પણ નંબર લાગશે

ADVERTISEMENT

Lawrence Bishnoi gang claims responsibility for Sukkha Duneke's murder
Lawrence Bishnoi gang claims responsibility for Sukkha Duneke's murder
social share
google news

નવી દિલ્હી :  ફેસબુક પોસ્ટ શેર કરીને બિશ્નોઇ ગ્રુપે કહ્યું કેસ સુખાએ હાલમાં જ નંગલ અંબિયા અને વિક્કીમિડ્ડુખેડાની હત્યા કરાવી હતી. પોસ્ટના અંતમાં લખ્યું કે જે લોકો બાકી રહી ગયા છે, તેમને પણ નહી છોડીએ. તમામ લોકોનો નંબર લાગશે. કેનેડામાં મરાયેલા ગેંગસ્ટર સુક્ખા દુનેકેની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગ્રુપે લીધી છે.

ફેસબુક પોસ્ટ કરીને બિશ્નોઇ ગેંગે જવાબદારી સ્વિકારી

ફેસબુક પર પોસ્ટ શેર કરીને બિશ્નોઇ ગ્રુપે કહ્યું કે, સુખાએ નંગલ અંબિયા અને વિક્કી મિડ્ડુખેડાની હત્યા કરાવી હતી. પોસ્ટના અંતમા લખવામાં આવ્યું છે કે, જે બાકી રહી ગયા, તેમને પણ છોડશે નહી. તમામનો નંબર લાગશે. સુખા બંબીહા ગૈંગનો લીડર બની રહ્યો હતો.

સુખા પંજાબમાં પણ બિનકાયદેસર પ્રવૃતિઓ ચલાવી રહ્યો હતો

કેનેડાના વિનિપેગમાં બુધવારે પંજાબની કુખ્યાત ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ અગાઉ કેનેડામાં જ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગેંગસ્ટર સુખા દુનેકે પંજાબમાં અનેક ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલા રહ્યા અને પંજાબ છોડીને હાલના સમયમાં કેનેડામાં છુપાયો હતો. સુખાનું નામ કબડ્ડી ખેલાડી સંદીપ નંગલ હત્યાકાંડમાં પણ આવ્યું હતું. કેનેડાથી જ સુખાએ શૂટરોની વ્યવસ્થા કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT