જ્ઞાનવાપી મસ્જિદ મામલોઃ સુપ્રીમ કોર્ટમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ ટળ્યું, કાર્બન ડેટિંગ આદેશ પર સ્ટે

ADVERTISEMENT

જ્ઞાનવાપી મસ્જિદ મામલોઃ સુપ્રીમ કોર્ટમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ ટળ્યું, કાર્બન ડેટિંગ આદેશ પર સ્ટે
જ્ઞાનવાપી મસ્જિદ મામલોઃ સુપ્રીમ કોર્ટમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ ટળ્યું, કાર્બન ડેટિંગ આદેશ પર સ્ટે
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગત વર્ષે એક વીડિયો ગ્રાફિક સર્વેક્ષણ દરમિયાન વારાણસીની જ્ઞાન વાપી મસ્જિદ પરિસરમાં મળી આવેલા કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ સહિત વૈજ્ઞાનિક સર્વેક્ષણને શુક્રવારે ટાળી દેવાયું છે. ઉચ્ચ ન્યાયાલયએ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કાર્બન ડેટિંગના નિર્દેશ વાળા અલ્હાબાદ હાઈ કોર્ટના આદેશ પર સ્ટે મુકી દીધો છે અને નોટિસ જારી કરી છે. જ્ઞાન વાપી કેસની આગામી સુનાવણી હવે 22 મેએ થશે.

CJI- પહેલા અમે પરિસ્થિતિ જોઈશું
સીજેઆઈએ આ અંગે કહ્યું કે, પહેલા અમે પરિસ્થિતિને જોઈશું. અમે આ મામલામાં ખુબ જ સાવધાનીથી કામ કરવા માગીએ છીએ. મસ્જિત પક્ષે કહ્યું કે અમને હાઈકોર્ટમાં પોતાનો પક્ષ મુકવાની પુરતી તક મળી નહીં. મસ્જિદ પક્ષે શુક્રવારે પોતાના વાંધા દાખલ નથી કર્યા. જ્યારે તેને આજે એવું કરવાનું હતું. હવે મસ્જિદ પક્ષ વાંધા દાખલ કરવા માટે સમય માગી શકે છે. બીજી તરફ મંદિર પક્ષે દાખલ કરેલી એક નવી અરજીમાં બેરીકેટિંગ વાળા વિસ્તારની એકએસઆઈ સર્વેની માગ કરી છે. ગત વર્ષે આ જ વિસ્તારમાં કથિત શિવલિંગ મળ્યું હતું. મંદિર પક્ષે 16 મેએ પુરા જ્ઞાનવાપી પરિસરનો એએસઆઈ સર્વે કરવાની માગ કરતી અરજી કરી હતી.

બનાસકાંઠામાં કૃષિ વિભાગના દરોડાઃ ડુપ્લીકેટ બિયારણ અને જંતુનાશક દવાઓ વેચતા વેપારીઓમાં ફફડાટ

ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું- કાર્બન ડેટિંગથી થઈ શકે છે નુકસાન
આ તપ મસ્જિદ સમિતિના વકીલે એસજીની પ્રસંશા કરી અને કહ્યું કે તે ખરેખર સ્થિતિને સમજી રહ્યા છે. એસજી તુષાર મહેતાએ કહ્યું કે કાર્બન ડેટિંગથી નુકસાન થઈ શકે છે. અમે જોઈશું કે કોઈ બીજી ટેકનીક છે. ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે કાર્બન ડેટિંગથી નુકસાન થઈ શકે છે. 7 ઓગસ્ટે આગામી સુનાવણી થશે. વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં કથિત શિવલિંગના સાયંટિફિક સર્વે હાલ થશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આગામી આદેશો સુધી આ સર્વે નહીં થાય. હાઈકોર્ટના 12 મેના આદેશ પર આગામી સુનાવણી સુધી સ્ટે લગાવતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને યુપી સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT