સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જજની નિયુક્તિઓને લઈને કેન્દ્ર સરકારને ફરી ચેતવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તમિલનાડુના એડવોકેટ જ્હોન સાથિયનની નિમણૂક કરવાની તેની ભલામણને પુનરાવર્તિત કરવા છતાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્રની નિષ્ક્રિયતા પર ચિંતા વ્યક્ત કરી હતી. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફના કૉલેજિયમે પુનઃનિયુક્તિની ભલામણ કરતાં કહ્યું હતું કે, અગાઉ સૂચવેલા નામોને રોકવામાં ન આવે. ડુપ્લિકેટ નામો સહિત જે નામોની ભલામણ અગાઉ કરવામાં આવી હોય તે પણ રોકવી ન જોઈએ અથવા અવગણવી જોઈએ નહીં. કારણ કે તે તેમની વરિષ્ઠતા સાથે ચેડા કરે છે.

ચાલુ મેચે મેદાન વચ્ચે અચાનક વિરાટ કોહલીએ કર્યો લુંગી ડાંસ, Video એ મચાવી ધૂમ

જ્યારે બાદમાં ભલામણના અમલીકરણથી તેમની વરિષ્ઠતામાં ઘટાડો થાય છે. CJIની આગેવાની હેઠળના સુપ્રીમ કોર્ટના ત્રણ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોના કોલેજિયમે તમિલનાડુ ન્યાયિક સેવામાંથી આર શક્તિવેલ, પી ધનાબલ ચિન્નાસ્વામી કુમારપ્પન અને કે રાજશેખરને મદ્રાસ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. આ તમામ નીચલી અદાલતોમાં ન્યાયિક અધિકારીઓ છે.

Jamnagar: આખલાઓ એવા બાખડ્યા કે ત્રણ ગાડીઓને નુકસાન, લોકોએ રસ્તો બદલી નાખ્યો- Video

કૉલેજિયમે કહ્યું છે કે 17 જાન્યુઆરી, 2023ની ભલામણ અનુસાર, આ હાઈકોર્ટમાં એડવોકેટ આર. સાથ્યાનને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણને ધ્યાનમાં લેતા, ભલામણના સમય અનુસાર તેમની વરિષ્ઠતા રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે અગાઉની કેટલીક ભલામણો ફરીથી મોકલી છે. 25 જુલાઈ, 2022ના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં હરપ્રીત સિંહ બ્રારની નિમણૂક માટેની ભલામણ ફરીથી મોકલવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT