નિખિલ પટેલ જોડે લગ્ન કરનાર દલજીત કૌરે ટીકા કરનારાઓને આપ્યો સણસણતો જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈઃ દલજીત કૌરે યુકેના બિઝનેસમેન એવા નિખિલ પટેલ જોડે ગત 18મી માર્ચે મુંબઈમાં લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ તેનાલગ્ન શાલિન ભનોતા સાથે તયા હતા જેની સાથે તેણે 2013માં છૂટાછેડા લીધા હતા. જોકે હવે જ્યારે તેણે બીજા લગ્ન કરી જીવન આગળ વધારવાની શરૂઆત કરી છે ત્યારે સોશ્યલ મીડિયા પર તે સખત ટ્રોલ પણ થઈ રહી છે. જોકે દલજીતે તેનો બખુબી જવાબ આપ્યો છે. તેણે આવા ટ્રોલર્સને સણસણતો જવાબ આપનારી પોસ્ટ કરી છે.

SURAT માં તાપી નદીમાં જહાજો તણાઇ આવતા હડકંપ, સ્થાનિક તંત્રને હજી સુધી ખબર પણ નથી

ટ્રોલર્સને દલજીતે શું આપ્યો જવાબ
દલજીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર નિખિલ અને તેના લગ્નના કેટલાક ફોટોઝ અને વીડિયો શેર કર્યા હતા. તે વખતે તેણે લખ્યું હતું કે, આશા. જો તમારા સપના જોવાની હિંમત છે તો તેને પુરા કરવાની પણ હિંમત આપશે. તમે જીવનમાં જ્યારે કાંઈક સારુ કરો છો ત્યારે સમાજ તમને નીચે પાડવાનો પ્રયાસ કરે છે. તમને લાખો નેગેટિવ કારણો આપે છે અને તમને કહે છે કે તમે જે કરી રહ્યા છો તે ખોટું છે પણ તમારે તમારા જીવ અંગે સ્પષ્ટતાઓ કરવાની જરૂર નથી. તમારી જીંદગી છે તેને જીવવા માટે આ સમય છે. તે તેના માટે આપી દો. બાળકો, મિત્રો અને પરિવારને સુખની વ્યાખ્યા સમજાવો રુઢીવાદી બાબતોથી નક્કી ન કરો. છૂટાછેડા લેનાર અથવા જીવનસાથીને ગુમાવનાર દરેક વ્યક્તિને હું કહેવા માગું છું કે, આશા ન ગુમાવશો અને પાર્ટનરની શોક કરો. શક્ય છે કે તમે ફરી ખોટા પડો. પણ તમારા ડરને ભવિષ્યના આડે આવવા ના દેશો. મળેલી તક ઝડપીલો, સપનાઓ જુઓ અને સુખની અનુભૂતિ કરો.

સિસોદિયાને 5 એપ્રિલ સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં તિહાર જેલ મોકલાયા

ADVERTISEMENT

થાયલેન્ડમાં હનીમૂન પછી કેન્યા જવાનો પ્લાન
દલજીત અને નિખિલ હાલ તો થાઈલેન્ડમાં પોતાનું હનીમૂન મનાવી રહ્યા છે. જોકે તે પછી તેઓ મુંબઈ પાછા આવશે અને તે પછી તેઓ પોતાના દીકરા જેડન સાથે કેન્યા જવા રવાના થશે જ્યાં નિખિલનું કામકાજ પણ છે. થોડા વર્ષ ત્યાં રહીને તેઓ લંડન પાછા શિફ્ટ થઈ જશે.

    follow whatsapp

    ADVERTISEMENT