Breaking: લદાખમાં મોટી દુર્ઘટનાઃ ખીણમાં પડી આર્મીની ટ્રક, 9 સૈનિકોએ જીવ ગુમાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ લદ્દાખના લેહ પાસે સેનાની એક ટ્રક ક્રેશ થઈ છે. આ ટ્રકમાં બે જુનિયર કમિશન્ડ ઓફિસર અને સાત જવાન હતા. તે તમામના મોત થયા છે. આ અકસ્માત ક્યારી વિસ્તાર પાસે થયો હતો.

‘ભૂગર્ભજળની અવ્યવસ્થા કરવા બદલ દેશમાં સૌથી મોટો દંડ ગુજરાતને’

સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાની ટ્રકની સાથે એમ્બ્યુલન્સ અને યુએસવી પણ જઈ રહી હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. સેનાની ટ્રકને શનિવારે સાંજે 6.30 કલાકે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત ક્યારી શહેરથી 7 કિલોમીટર પહેલા થયો હતો. ભારતીય સેનાના જવાનોનું વાહન ખાડામાં પડી ગયું છે. આ સૈનિકો ચોકીથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા.

J-K: પૂંચમાં આર્મીના વાહનમાં આગ લાગી

આ પહેલા એપ્રિલ 2023માં પૂંચ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાના એક વાહનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 5 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પૂંચ વચ્ચે હાઈવે પરથી પસાર થઈ રહેલા સેનાના વાહન પર અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ ગ્રેનેડનો પણ ઉપયોગ કર્યો હતો, જેણે વાહનને આગ લગાવી દીધી હતી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો લાભ લઈને આ આતંકી હુમલો થયો હતો.

ADVERTISEMENT

સિક્કિમમાં સેનાની ટ્રક ખાડામાં પડી

ડિસેમ્બર 2022માં સિક્કિમમાં એક બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં 16 સૈન્યના જવાનો માર્યા ગયા હતા. આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિમી દૂર ગેમા વિસ્તારમાં થયો હતો. સેનાના ત્રણ વાહનો સવારે સૈનિકોને લઈ જઈ રહ્યા હતા. આ કાફલો ચતનથી થંગુ તરફ જઈ રહ્યો હતો. ગેમા જવાના રસ્તે વળાંક પર ઢોળાવને કારણે એક વાહનના ચાલકે અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને વાહન નીચે ખાડામાં પડી ગયું હતું. કહેવાય છે કે 4 ઘાયલ જવાનોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા મૃત્યુ પામ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT