ઓનલાઈન ફ્લાઈટ ટિકિટ બુક કરાવતા પહેલા આ જાણી લેજો, નહીં તો તહેવારના સમયે બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Airline ticket Scam: જો તમે પણ તહેવારોની સિઝનમાં તમારા ઘરે જવા માટે અથવા બહાર ફરવા જવા માટે એરલાઇન ટિકિટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે માર્કેટમાં એવી ઘણી ફેક વેબસાઈટ્સ છે જે સસ્તામાં ટિકિટ અપાવવાના નામે છેતરપિંડી આચરી રહી છે. આ વેબસાઈટ સોશિયલ મીડિયા એકાઉન્ટની મદદથી સસ્તામાં ટિકિટ અપાવવાની લાલચ આપે છે. અહીં અમે તમને એરલાઇન ટિકિટ સ્કેમ વિશે વિગતવાર જણાવીશું, જે બાદ તમે પણ છેતરપિંડીથી બચી શકશો.

ઠગો ઉઠાવે છે ફાયદો

વાસ્તવમાં એરલાઈન કંપનીઓ તહેવારો અથવા રજા દરમિયાન ટિકિટ પર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. જોકે, ઠગો આ સોદાઓનો લાભ ઉઠાવે છે અને નિર્દોષ પ્રવાસીઓને છેતરે છે.

કેવી રીતે આચરવામાં આવે છે કૌભાંડ?

નામથી જ જાણવા મળે છે કે એરલાઈન ટિકિટ સ્કેમ ફ્લાઈટ ટિકિટ સાથે સંબંધિત કૌભાંડ છે. જ્યાં સ્કેમર ઓરીજનલ જેવી દેખાતી વેબસાઈટ્સ અથવા સોશિયલ નેટવેર્કિંગ પ્લેટફોર્મોના માધ્યમથી ઓછી કિંમતો પર ટિકિટ અપાવવાનો દાવો કરે છે. આ વેબસાઇટ એરલાઈન્સ, ટ્રેવલ એજન્સિંગ અથવા એજન્ટોની સત્તાવાર વેબસાઈટો જેવી દેખાય છે.

ADVERTISEMENT

ચોરેલા ક્રેડિટ કાર્ડનો કરે છે ઉપયોગ

રિપોર્ટ અનુસાર, ઠગો ટિકિટના બદલામાં સામાન્ય રીતે બેંક ટ્રાન્સફર, વર્ચ્યુઅલ કરન્સી અને રોકડ પણ માંગે છે. ઠગો આ ટિકિટોને ખરીદવા માટે ચોરેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે અને પછી આ ટિકિટ લોકોને મોકલે પણ છે.

હવે, અહીં સવાલ એ થાય છે કે જો ઠગો ટિકિટ મોકલી આપે છે તો આ કૌભાંડ કેવી રીતે થયું? પરંતુ આ સ્કેમર્સ લોકોને અન્ય રીતે ચૂનો લગાવે છે. ખરેખર, ચોરી થયેલા ક્રેડિટ કાર્ડના માલિકને જ્યારે ખબર પડે છે કે તેમના ક્રેડિટ કાર્ડથી ખોટી રીતે ટિકિટ બુક કરવામાં આવી છે તો તેઓ બેંકને આની સૂચના આપે છે. જે બાદ એરલાઈન તમારી ટિકિટ રદ કરી નાખશે અને તમે મુસાફરી કરી શકશો નહીં. સાથે જ તમે પૈસા પણ ગુમાવશો.

ADVERTISEMENT

આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

જ્યારે પણ તમે એરલાઇન ટિકિટ બુક કરો ત્યારે ખાતરી કરો કે તમે જે ટ્રાવેલ એજન્સીનો ઉપયોગ કરી રહ્યા છો તેની સાઇટ્સ ઓફિશિયલ છે કે ફેક.

ADVERTISEMENT

આ સાથે જ તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમને આપવામાં આવતી ટિકિટની કિંમત ઓછી કે વધારે નથી. કારણ કે સ્કેમર્સ લોકોને ઓછી કિંમતે ટિકિટ બુક કરાવવાની લાલચ આપે છે.

તમારે પેમેન્ટ કરતી વખતે પણ સાવધાન રહેવાની જરૂર છે. જો તમને રોકડ અથવા બેંક ટ્રાન્સફર દ્વારા પેમેન્ટ કરવાનું કહેવામાં આવે તો સાવચેત રહો. કારણ કે તમે ખાતરી કર્યા વગર પૈસા ચૂકવશો તો તમે ચોક્કસ છેતરપિંડીનો ભોગ બનશો.

અહીંથી ખરીદો એરલાઈન ટિકિટ

છેતરપિંડીથી બચવા માટે તમે સીધી એરલાઇનથી અથવા પ્રતિષ્ઠિત ટ્રાવેલ એજન્સી દ્વારા ટિકિટ ખરીદી શકો છો. ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે વેબસાઈટની શરૂઆતમાં “https” લખેલું છે કે નહીં તે ચેક કરો.

 

    follow whatsapp

    ADVERTISEMENT