સાપ્તાહિક ભવિષ્ય દર્શન: આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે? બુધના ઉદયથી આ રાશિના જાતકો થશે લાભ
સાપ્તાહિક ભવિષ્ય દર્શન: ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અઠવાડિયે સૂર્ય મિથુન રાશિમાં, મંગળ સિંહ રાશિમાં, બુધ કર્ક રાશિમાં, ગુરુ મેષ…
ADVERTISEMENT
સાપ્તાહિક ભવિષ્ય દર્શન: ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અઠવાડિયે સૂર્ય મિથુન રાશિમાં, મંગળ સિંહ રાશિમાં, બુધ કર્ક રાશિમાં, ગુરુ મેષ રાશિમાં છે. સાથે જ મીનથી મિથુન રાશિમાં બુધનો ઉદય થઈ ગયો છે. ત્યારે જ્યોતિષ ઉદય શાહ પાસેથી જાણીએ આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે.
મેષ: આ અઠવાડિયે તમારે કોઈપમ બાબતે ઉતાવળે નિર્ણય કરવો નહીં. અધિરાઈભર્યા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે. લગ્નની વાતચીત આગળ વધી શકે છે.
વૃષભ: વિજાતીય આકર્ષણ થઈ શકે છે. ઉતવાળા પ્રેમ સંબંધો વિકસી શકે છે, પણ તે લાંબા કેટલા ટકશે તે તમારી કુંડળી પર નિર્ભર કરે છે.
ADVERTISEMENT
મિથુન: મિકલત ખરીદવાનો સારો મોકો મળી શકે છે. લોન પણ સરળતાથી મળી શકે છે. જરૂરી તમામ પેપર્સ પોતાના વકીલને બતાવીને પછી સમજીને સહી કરવી.
કર્ક: આઠમા ચાલકો વક્રી શનિ હજુ શાંતિથી બેસવા દેશે નહીં. પ્રોડક્શન શરૂ કરવાનો સમય અનુકૂળ તો છે પણ ધીરજથી કામ લેવું. દૂરની યાત્રા અથવા વિદેશયાત્રા થઈ શકે છે.
ADVERTISEMENT
સિંહ: અચાનક કોઈ કાર્યકમાં સફળતા મળી શકે છે. તિર્થયાત્રાનો યોગ છે. પોતાનો આત્મવિશ્વાસ બીજાને દેખાડશો નહીં. વિદેશમાં જઈને સેટલ થવાનો યોગ ચાલુ છે.
ADVERTISEMENT
કન્યા: કોઈપણ કાર્ય કરવા માટે આત્મવિશ્વાસ ભરપૂર છે પણ તે બીજાના ભરોશે થઈ શકશે નહીં. પોતે જાતે જ કાર્યમાં જોડાવવું પડશે. નહીંતર નુકસાન થઈ શકે છે. દામ્પત્યજીવનની ગાડી પાટા પરથી ઉથલી ન જાય તેનું ધ્યાન રાખજો.
તુલા: સગાઈ કે લગ્નની વાતચીત આગળ વધી શકે છે. જીવનસાથીની તબિયત અંગે સંભાળવું. બીજાના ભરોસે નિર્ણય કરવા નહીં. પોતાની બુદ્ધિ મત્તા સાથ આપશે.
વૃશ્ચિક: ધંધો શરૂ કરવા માટે કે ધંધાનું ટર્નઓવર વધારવા માટેના પ્રયત્નો હજુ ઓછા પડી શકે છે. આ બાબતે હજુ શનિ મહારાજ કસોટી કરાવી શકે છે, શાંતિથી આગળ વધવું.
ધન: સંતાન અંગેના પ્રશ્નોમાં કોઈ રસ્તો નીકળશે. ભાગ્ય સાથ આપી રહ્યું છે. શેર બજારમાં ફાયદામાં નુકસાન થઈ શકે છે. મતલબ ધારેલો ફાયદો મળી શકશે નહીં.
મકર: જીવનસાથી કે ભાગીદારના ભાગ્યથી વિધ્ન ટળી શકે છે. પોતાના કુળદેવીની આરાધનાથી ભાગ્ય ચમકી શકે- તેમની કૃપા પ્રાપ્ત થાય છે. પોતાની વાણી પર અંકુશ રાખવો પડશે.
કુંભ: ધંધાના ભાગીદાર કે જીવનસાથી સાથે જો કોઈ મન દુઃખ થયું હોય તો તેમાં વાતચીત કરીને રસ્તો નીકળી શકે છે. ઘરના વડીલ ખાસ કરીને પોતાના પિતાની તબિયતની કાળજી લેવી.
મીન: આવક વધારવા નવા રસ્તા મળી શકે છે. નોકરીમાં જવાબદારી વધી શકે છે. હૃદય સંબંધિત બીમારી ધરાવતા લોકોએ પોતાની તબિયતની કાળજી લેવી. કુટુંબીજનો સાથે મનદુઃખ, કડવાશ થઈ શકે છે.
આ અઠવાડિયે બુધનો ઉદય થાય છે. આથી બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે. જોકે સમજી વિચારીનો નિર્ણય કરવા. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.
જ્યોતિષ – ઉદય શાહ
(udayanshah999@gmail.com)
ADVERTISEMENT