કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં પડ્યો મોટો લોચો, હોટ કપલ ધુંવાપુંવા થઇ ગયું કહ્યું કે…
અમદાવાદ : બોલિવુડના મોસ્ટ લવિંગ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. આ કપલના લગ્નનની હાલ ચોતરફ ચર્ચા ચાલી…
ADVERTISEMENT
અમદાવાદ : બોલિવુડના મોસ્ટ લવિંગ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. આ કપલના લગ્નનની હાલ ચોતરફ ચર્ચા ચાલી રીહ છે. રાજસ્થાનના જેસલમેરમાંઆવેલા સુર્યગઢ પેલેસમાં બંન્નેના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સૂર્યગઢ પેલેસને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. 5 ફેબ્રુઆરીએ જ જેસલમેરમાં બોલિવુડની અનેક હસ્તીઓ આવવા લાગી છે.
અચાનક સાઉન્ડ સિસ્ટમ બંધ થઇ જતા સિદ્ધાર્થ- કિયારા બંન્ને ગિન્નાયા
જો કે લગ્નની આનુશાંગીક વિધિ વિધાન પણ ચાલી રહ્યા છે. દરમિયાન અચાનક સાઉન્ડ બંધ થઇ ગયું હતું. જેના કારણે શાહી લગ્ન દરમિયાન ઉજવણીની મજા બગડી હતી. અહીં ઉદયપુરની એક કંપની દ્વારા સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે. જો કે અચાનક તે બંધ થઇ જતા સિદ્ધાર્થના ચહેરા પર અણગમો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. આ કપલ સાઉન્ડ સિસ્ટમ ચલાવી રહેલા ઓપરેટર પર નારાજ થયા હતા.
કંપનીએ તત્કાલ નવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી ફરી આવું નહી થાય તેવું આશ્વાસન આપ્યું
જો કે તત્કાલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમણે તત્કાલ નવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી હતી. હવે પછીના ફંક્શનમાં કોઇ પણ પ્રકારની ગરબડ નહી થાય તેવું આશ્વાસન પણ આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બંન્ને સાઉન્ડ પર ડાન્સ કરી રહ્યા છે. જો કે કેટલાક લોકોનો દાવો છે કે, આ વીડિયો જુનો છે. જ્યારે કેટલાક આ વીડિયો લગ્ન સમારંભ દરમિયાનનો હોવાનું પણ જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
Kyudddddieees 😍 #SidKiaraWedding • #SidharthKiaraWedding • #SidKiaraKiShaadi • #SidKiara • #SidharthMalhotra • #KiaraAdvani pic.twitter.com/8bi7sIl8Z8
— Paresh Kataria 𝕏 (@pareshkatariaa) February 6, 2023
આજે સિદ્ધાર્થ અને કિયારાની મહેંદી અને હલ્દી સેરેમની
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સિદ્ધાર્થ અને કિયારા અડવાણીની પીઠી તથા મહેંદીની વિધિ ચાલી રહી છે. પીઠીની વિધિ માટેના ખાસ આઉટફીટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. પીઠીની વિધિ પુર્ણ થયા બાદ કિયારાના હાથમાં સિદ્ધાર્થના નામની મહેંદી લાગશે. અત્રે નોંધનીય છે કે, આ લગ્નમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપુર, મીરા કપુર સહિતના અનેક સેલેબ્રિટી હાજર રહેશે.
ADVERTISEMENT
https://www.instagram.com/reel/CoR-56lIviu/?utm_source=ig_web_copy_link
ADVERTISEMENT
ADVERTISEMENT