ખંભાળિયાની કંપનીમાં 10 કામદારો પર ગરમ પાણીની તૂટીને પાઈપ પડતા દાઝ્યા, 7ની હાલત જોતા હોસ્પિટલમાં ખસેડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રજનીકાંત જોશી.દ્વારકાઃ દેવભૂમિ જિલ્લાના ખંભાળિયા પાસે આવેલી નાયરા એનર્જી કંપનીમાં આરબીએમ કંપનીના કર્મચારીઓ એક પાઇપ લાઇનમાં કામ કરતા હતા ત્યારે તેમાંથી ગરમ પાણી પાઇપ તૂટીને બહાર પડતાં દસેક મજૂરોને ઈજા થઈ હતી. તેમાંથી સાત મજૂરોને વધુ ઇજા હોય પાંચને જામનગર તથા બેને વધુ સારવાર માટે જામનગર થી રાજકોટ ખસેડવામાં આવ્યા છે કંપની દ્વારા તમામ ઇજાગ્રસ્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

રિફાઈનરીમાં 7 લોકો દાઝ્યા

ખંભાળિયા નજીક નયારા કંપનીમાં વેક્યુમ રેસિડ્યુ પાઇપલાઇનની સફાઈ દરમિયાન રિફાઈનરીમાં 7 લોકો દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે.પાઈપલાઈનમા કામ કરતી વખતે ગરમ પાણીમાં અડતા દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટ કંપનીના કામદારો દાઝ્યા, ઈજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, 5 જામનગર ખાનગી હોસ્પિટલમાં અને 2 રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાનું કારણ શોધવા માટે આંતરિક તપાસના આદેશ આપ્યા આદેશ.

મોડાસાઃ યુવકે જાતે જ STમાં લેપટોપની ટીકીટ માગી હતી, ખાલી એક ગેરસમજે થયો મોટો બખેડો

શું કહ્યું નાયરા એનર્જી કંપનીએ

ઘટનાને પગલે નાયરા એનર્જી કંપનીએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “7મી ઓગસ્ટ, 2023ના રોજ વેક્યુમ રેસિડ્યુ પાઇપલાઇનની સફાઈ દરમિયાન અમારી રિફાઈનરીમાં સલામતી સંબંધિત એક ઘટના બની હતી. ઈજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને તમામ તબીબી અને સંબંધિત સહાય પૂરી પાડવામાં આવી રહી છે. માનક પ્રક્રિયા મુજબ, આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવા માટે અમે આ કમનસીબ ઘટનાનું કારણ શોધવા માટે આંતરિક તપાસ કરી રહ્યા છીએ. અમે તમામ સંબંધિત વૈધાનિક સત્તાવાળાઓને જરૂરી સહયોગ અને વિગત પણ આપીએ છીએ. અમે અમારા કામદારોની સુખાકારી માટે પ્રતિબદ્ધ રહીએ છીએ અને આ નિર્ણાયક સમયે અમે તેમને જરૂરી કાળજી પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT