લંડન બાદ હવે ખાલિસ્તાની સમર્થકોએ અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં તોડફોડ કરી, ભારતે નોંધાવ્યો વિરોધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સેન ફ્રાન્સિસ્કો: લંડન બાદ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં તોડફોડ કરી હતી. આ અંગે ભારત તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે વરિષ્ઠ અમેરિકન રાજદ્વારીની સામે સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં તોડફોડ સામે સખત વાંધો નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે અમેરિકાના દૂતાવાસના વડાને બોલાવીને વાંધો ઉઠાવ્યો હતો અને આ ઘટનામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવાનું પણ કહ્યું હતું. આ સાથે ભારતે અમેરિકામાં હાજર ભારતીય દૂતાવાસોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું પણ કહ્યું છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા પણ તાકીદ કરી છે.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ભારતીય વાણિજ્ય દૂતાવાસ પરના હુમલા અંગે ‘ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ’ (FIIDS)એ કહ્યું કે, ‘અમે લંડનની સાથે સાથે સેન ફ્રાન્સિસ્કોમાં પણ કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાથી ચકીત છીએ, જ્યાં કેટલાક કટ્ટરપંથી અલગતાવાદીઓએ ભારતના રાજદ્વારી મિશન પર હુમલો કરાયો હતો. જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, નવી દિલ્હીમાં અમેરિકન રાજદ્વારી ડી’અફેયર સાથે એક બેઠકમાં ભારતના દૂતાવાસ અને સેન ફ્રાન્સિસ્કોની સંપત્તિના તોડફોડ પર કડક વિરોધ વ્યક્ત કર્યો.

શું છે મામલો?
ખાલિસ્તાન સમર્થકોએ સૂત્રોચ્ચાર કરતા શહેર પોલીસ દ્વારા ઉભા કરવામાં આવેલા કામચલાઉ સુરક્ષા બેરિકેડ્સને તોડી નાખ્યા અને કોન્સ્યુલેટ પરિસરમાં બે કહેવાતા ખાલિસ્તાની ધ્વજ લગાવ્યા. વાણિજ્ય દૂતાવાસના કર્મચારીઓએ ટૂંક સમયમાં આ ધ્વજ હટાવી દીધા. થોડી જ વારમાં ગુસ્સે થયેલા દેખાવકારોનું એક જૂથ ભારતીય વાણિજ્ય દૂતાવાસ સંકુલમાં પ્રવેશ્યું અને દરવાજા અને બારીઓને નુકસાન પહોંચાડ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT