કારતક મહિનામાં તુલસી પૂજા કરતી વખતે આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન, તિજોરીમાંથી ક્યારે નહીં ખૂટે પૈસા
કારતક મહિનામાં તુલસીની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કારતક મહિનાને ખૂબ…
ADVERTISEMENT
કારતક મહિનામાં તુલસીની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કારતક મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.આ સમયગાળામાં ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે. આ પછી જ તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ સમય દરમિયાન તુલસી પૂજા સંબંધિત કેટલીક ભૂલો કરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
કારતક મહિનામાં કેવી રીતે કરવી તુલસી પૂજા
– કારતક મહિનામાં દીપદાનનું ખૂબ જ મહત્વ છે. કહેવાય છે કે આ દરમિયાન માં લક્ષ્મીજી ભ્રમણ પર નીકળે છે અને પોતાના ભક્તોને ધન-સંપત્તિ પ્રદાન કરાવે છે. વાસ્તવાં તુલસીને માં લક્ષ્મીજીનું રૂપ જ માનવામાં આવે છે. કહેવાય છે કે આ માટે જ આ મહિનામાં તુલસી પૂજાને મહત્વ આપવામાં આવે છે.
– કારતક મહિનામાં તુલસીની પૂજા અને તુલસી વિવાહ પણ કરવામાં આવે છે, જેનાથી દરેક મનોકામના પૂરી થાય છે. તેની સાથે જ ધન લાભના યોગ પણ બને છે.
ADVERTISEMENT
– કારતક મહિનામાં દરરોજ સવારે તુલસીના છોડમાં જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. આ સાથે જ સાંજે દીપ પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
– કારતક મહિનામાં તુલસીની પૂજા બ્રહ્મ મુહૂર્તમાં કરવી શુભ હોય છે. આ સાથે જ દર મંગળવારે છોડને જળ અર્પણ કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે.
ADVERTISEMENT
તુલસી પૂજા કરતી વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી
– કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાન જરૂર અર્પિત કરવા જોઈએ.
ADVERTISEMENT
કારતક મહિનામાં તુલસીના પાનને સવારે જ તોડવા જોઈએ. કોઈ અન્ય સમયે તુલસીના પાન તોડવા અશુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં સુખ-શાંતિનો ભંગ થઈ જાય છે.
– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કારતક મહિનામાં સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આ સાથે જ રવિવારે તુલસીના છોડને જળ અર્પણ ન કરવું જોઈએ.
ADVERTISEMENT